fbpx
રાષ્ટ્રીય

ITમંત્રાલયે X,Youtubeઅને Telegram ને નોટિસ ફટકારી

ભારત સરકારે હવે ઈન્ટરનેટના માધ્યમથી વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રજૂ થતા બાળ જાતીય શોષણ સંબંધિત સામગ્રી પ્રત્યે કડક વલણ અપનાવ્યું છે. કેન્દ્રના ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયના રાજ્યકક્ષાના પ્રધાન રાજીવ ચંદ્રશેખરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, જાે સંબંધિત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કોઈપણ પ્રકારની ગુનાહિત અને હાનિકારક સામગ્રી જાેવા મળી આવશે અને તેને લગતા પગલા જાે સોશિયલ મીડિયા દ્વારા જાતે જ લેવામાં નહીં આવે તો આઇટી એક્ટની કલમ ૭૯ હેઠળ તેમનો સુરક્ષિત અધિકાર પરત ખેંચી લેવામાં આવશે.

ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયે એક્સ ( ટિ્‌વટર), યુટ્યુબ અને ટેલિગ્રામને તેમના પ્લેટફોર્મ પરથી બાળ યૌન શોષણની સામગ્રી દૂર કરવાની ચેતવણી આપતા નોટિસ પણ ઈસ્યું કરી છે.. મંત્રાલય દ્વારા ફટકારવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે એવી વ્યવસ્થા જાતે જ કરવી જાેઈશે કે, જેના દ્વારા બાળકોના યૌન શોષણ સાથે સંબંધિત તમામ પ્રકારની સામગ્રી આપોઆપ શોધીને તેને બ્લોક કરી દે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે જાે આ સૂચનાઓનું પાલન કરવામાં નહીં

આવે, તો તેને આઈટી એક્ટ ૨૦૨૧ના નિયમ ૩(૧)(હ્વ) અને નિયમ ૪(૪)નો સરેઆમ ભંગ ગણીને તેની સામે પગલાં ભરવામાં આવશે. સાથોસાથ, તો ૈં્‌ એક્ટની કલમ ૭૯ હેઠળનું જે સુરક્ષિત અધિકાર આપવામાં આવ્યા છે તે પરત લઈ લેવાશે. કેન્દ્રના ઈલેક્ટ્રોનિક્સ અને આઈટીના રાજ્યકક્ષાના પ્રધાન રાજીવ ચંદ્રશેખરે વધુમાં એમ પણ જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયાને તેમના પ્લેટફોર્મ પર બાળ યૌન શોષણ સંબંધિત કોઈપણ પ્રકારની સામગ્રી નથી તેની ખાતરી કરવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ, ર્રૂે્‌ેહ્વી અને ્‌ીઙ્મીખ્તટ્ઠિદ્બને નોટિસ મોકલવામાં આવી છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે આ પ્રકારની ખાતરી હવે તેની જાતે જ કરવી પડશે.. ઈલેક્ટ્રોનિક્સ અને આઈટીના રાજ્યકક્ષાના પ્રધાન રાજીવ ચંદ્રશેખરે એમ પણ કહ્યું કે, ભારત સરકાર ૈં્‌ નિયમો હેઠળ સુરક્ષિત અને વિશ્વસનીય ઇન્ટરનેટ બનાવવા માટે પ્રતિબદ્ધ છે. જાે ૈં્‌ એક્ટ હેઠળ, સોશિયલ મીડિયા કંપનીઓ તેમના પ્લેટફોર્મ પર ગુનાહિત અને હાનિકારક પોસ્ટને દર્શાવવાની મંજૂરી ન આપે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. જાે આ સોશિયલ મીડિયા તેમની જાતે જ ગુનાહિત અને હાનિકારક પોસ્ટ સામે ઝડપથી કાર્યવાહી નહીં કરે તો ભારતીય ૈં્‌ એક્ટના કાયદા હેઠળ તેમને પરિણામ ભોગવવા પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (ૈં્‌) એક્ટ, ૨૦૦૦, બાળ જાતીય શોષણ સહિત અશ્લીલ સામગ્રીને માટે કાનૂની માળખું પ્રદાન કરે છે. ૈં્‌ એક્ટની કલમ ૬૬ઈ, ૬૭, ૬૭છ અને ૬૭મ્ અશ્લીલ અથવા અશિષ્ટ સામગ્રીના ઓનલાઈન ટ્રાન્સમિશન માટે ભારે દંડ અને કેદની સજાની જાેગવાઈ છે.

Follow Me:

Related Posts