ગુજરાત

અમદાવાદના SG હાઇવે પર બેફામ કાર ચાલકે ૨ સાઈકલ સવારને ટક્કર મારી હોવાનું સામે આવ્યુ

રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. ત્યારે અમદાવાદ જીય્ હાઈવે અને ગાંધીનગરના કલોલ કોર્ટ પર હિટ એન્ડ રનની ઘટના બની છે. અમદાવાદના જીય્ હાઇવે પર બેફામ કાર ચાલકે ૨ સાઈકલ સવારને ટક્કર મારી હોવાનું સામે આવ્યુ છે. હાઈકોર્ટ ઓવરબ્રિજ પર કાર ચાલકે ટક્કર મારી હતી. હાઈકોર્ટ પાસેના ઓવરબ્રિજ પર ડો.અનીસ અને ક્રિષ્ના શુક્લા નામના સાઈકલ સવારને ગંભીર ઈજાગ્રસ્ત થયા છે. ત્યારે ઈજાગ્રસ્તના લોકોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટના અંગે જીય્ હાઇવે-૧ ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Related Posts