સાવરકુંડલા શહેરમાં છેલ્લા બે ત્રણ દિવસથી વરસાદી વાતાવરણ જેવું વાતાવરણ જોવા મળે છે. શહેર વાદળોથી છવાયેલું રહે છે. વાતાવરણમાં ઠંડો પવન વાઈ રહ્યો છે. ક્યારેક ઝરમરિયા છાંટા વરસે છે. આમ ગણીએ તો આવું વાતાવરણ શરદી ઉધરસ અને શ્વાસ જેવા રોગોથી પીડાતા લોકો માટે નુકસાનકારક સાબિત થાય છે. હજુ રસ્તા થોડા કોરા થયા હોય ત્યાં થોડી છાંટાછૂટી થતાં રસ્તા ફરી પાછા ભીના થતાં જોવા મળે છે.જો કે આવી પરિસ્થિતિ બાદ પણ ખેલૈયાઓનો લગરીકે ય ઉત્સાહ ઓસરતો જોવા મળતો નથી..સાંપ્રત યુવાધન તો એમ કહેતું સાંભળવા મળે છે કે ભલે મેહૂલો વરસે.. અમે તો ગરબા રમીને માતાજીની આરાધના કરશું..!! આજે નવલાં નવરાત્રીનો અંતિમ દિવસ હોવાથી ખેલૈયાઓ બસ આજે તો રાસ ગરબા રમી જ લેવા છે. એવા દ્રઢ સંકલ્પ સાથે રાત્રિનો ઇંતેજાર કરતાં જોવા મળે છે. મોટાભાગે જ્યાં ખેલૈયાઓ નવલાં નવરાત્રી દરમિયાન રાસ ગરબા રમ્યા હોય ત્યાં આજે ફાઈનલ રાઉન્ડ હોય ખેલૈયાઓ પોતાને શ્રેષ્ઠ દેખાવ સાબિત કરવા ગરબાના વિવિધ સ્ટેપ અને સ્ટાઈલ માટે ભરપૂર પ્રેકટિસ કરીને નંબર મેળવવા માટે થનગની રહ્યા છે.
સાવરકુંડલા શહેરમાં બે દિવસથી વરસાદ આવતો ય નથી અને બદમાશ જતો પણ નથી..


















Recent Comments