અમરેલી

જિલ્લાના સ્પા, મસાજ પાર્લરના માલિક, સંચાલકોએ આવશ્યક વિગતો પોલીસ સ્ટેશનને આપવી ફરજિયાત

સમગ્ર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અને સુરક્ષાને ધ્યાને
લઈને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ અન્વયે અમરેલી જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા
જાહેરનામું પ્રસિધ્ધ કર્યુ છે, આ હુકમ સમગ્ર અમરેલી જિલ્લામાં લાગુ પડશે.

સમગ્ર જિલ્લાના તમામ વિસ્તારમાં આવેલા સ્પા, મસાજ પાર્લરના માલિક, સંચાલકોએ નામ, સરનામા, મોબાઈલ
નંબર, કર્મચારીઓની તમામ વિગતો, તેમના ફોટોગ્રાફ્સ, આધારકાર્ડ નંબર, ડ્રાઈવિંગ લાઈસન્સ નંબર, પાર્ટરનના
નામ, સરનામા અને મોબાઈલ નંબર સહિતની વિગતો પોલીસ સ્ટેશનને ફરજિયાત આપવાની રહેશે.

૩૦ દિવસના સી.સી.ટી.વી કેમેરા રેકોર્ડિંગ રહે તે રીતે રિસેપ્શન તથા કોમન એરિયામાં સહિતના વિસ્તારને આવરી
લેતા સી.સી.ટી.વી. કેમેરા ફરજિયાત રાખવા, જે જરુર પડ્યે સંબંધિત પોલીસ સ્ટેશને આપવા. સ્પા, મસાજ પાર્લર
માલિકનું પોતાનું હોય તો તે પુરાવા અથવા ભાડે હોય તો ભાડા કરાર સહિતના પુરાવાઓની નકલ આપવાની રહેશે.


સ્પા, મસાજ પાર્લરમાં આવતા જતા ગ્રાહકોની આઈ.ડી.પ્રૂફ ફરજિયાત રાખવાની રહેશે, રજિસ્ટર નિભાવવું, તમામ
વિગતો કોરા કાગળ પર લખીને પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવવી.આ અંગે સંબંધિત પોલીસ સ્ટેશને રજિસ્ટર નિભાવવામાં આવશે.

આ હુકમ તા.૩૦.૦૫.૨૦૨૫ સુધી અમલમાં રહેશે. હુકમનો ભંગ કરનાર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩
કલમ-૨૨૩ની જોગવાઈઓ અન્વયે કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Follow Me:

Related Posts