‘મતદાતાઓ દ્વારા મહત્તમ મતદાન થાય તે સુનિશ્ચિત કરવું જરૂરી’ઃ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી ગાંધીનગર મેહુલ કે. દવે

ગાંધીનગર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી સંદર્ભે પુન્દ્રાસણ ખાતે આવેલ પ્રાથમિક શાળાના બુથોની મુલાકાત લેતા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીમતદાન પ્રક્રિયા પારદર્શિ,સુચારુ અને વ્યવસ્થિત રિતે યોજાય તે બાબતની કાળજી રાખવા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેકટરશ્રી ગાંધીનગર દ્વારા વિશેષ સુચન
આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી ગાંધીનગર મેહુલ કે.દવે દ્વારા ગાંધીનગર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી સંદર્ભે પુન્દ્રાસણ ખાતે આવેલ પ્રાથમિક શાળાના બુથોની મુલાકાત લીધી હતી. મતદાનના દિવસે ચૂંટણી સ્ટાફ તથા મતદારોને કોઈપણ પ્રકારની અગવડ ન પડે તથા મતદાન પ્રક્રિયા પારદર્શિ, સુચારુ અને વ્યવસ્થિત રીતે યોજાય તે બાબતની કાળજી રાખવા માટે સૂચના આપી હતી. સાથે સાથે દરેક મતદાતાઓ અવશ્ય મતદાન કરે અને મહત્તમ મતદાન થાય તે સુનિશ્ચિત કરવા અંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી ગાંધીનગર મેહુલ કે. દવે દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ મુલાકાતમાં ચૂંટણી અધિકારી અને મામલતદારશ્રી ગાંધીનગર તથા ચૂંટણી અધિકારી અને તાલુકા વિકાસ અધિકારીશ્રી ગાંધીનગર પણ હાજર રહ્યા હતા.
Recent Comments