ITI અમરેલીના તાલીમાર્થીઓને ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાની મોબાઈલ એપ્લિકેશન અંગે સમજ આપવામાં આવી
રાજ્ય સરકારની ઇમરજન્સી ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાનો લાભ સામાન્ય નાગરિકોને મળી રહે તે હેતુથી સરળ સમજ પૂરી પાડવાના હેતુથી ઔદ્યોગિક તાલીમ સંસ્થા, અમરેલી ખાતે એક સેમિનારનું આયોજન કરવામા આવ્યું હતું. કાર્યક્રમમાં આઈ.ટી.આઈમાં તાલીમ લેતા તાલીમાર્થીઓને ગુજરાતની ૧૦૮ સેવા મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી આ એપ્લિકેશનથી થતા ફાયદાઓ અંગે માહિતી આપવામા આવી હતી.
કોઇપણ અકસ્માત કે અન્ય મેડિકલ ઇમરજન્સીના સંજોગોમાં સામાન્ય નાગરિકોની મદદ થઇ શકે તે હેતુથી મોબાઇલ એપ્લિકેશન દ્વારા ૧૦૮ની ટીમને તાત્કાલિક જાણ કરવાની પધ્ધતિ અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આઈ.ટી.આઈના ફોરમેનશ્રીઓ, સુઈશ્રીઓ અને તાલીમાર્થીઓને મેડિકલ ઇમરજન્સી વખતે ૧૦૮નો ઉપયોગ કરવા પ્રેરિત કરવામાં આવ્યા હતા, તેમ ઔદ્યોગિક તાલીમ સંસ્થા-અમરેલીના આચાર્યશ્રી ડો.તેજલબેન ભટ્ટ દ્વારા એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.
Recent Comments