fbpx
રાષ્ટ્રીય

J & K માં ભાજપ નેતાના ઘર પર આતંકી હુમલોઃ ૫ લોકો ઘાયલ, એક બાળકનું મોત

જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં ગુરૂવારના ભારતીય જનતા પાર્ટીના નેતા જસબીર સિંહના ઘર પર ગ્રેનેડ હુમલો કરવામાં આવ્યો. આ હુમલામાં જસબીર સિંહના ૪ વર્ષના ભત્રીજાનું મોત થઈ ગયું, જ્યારે પરિવારના ૭ લોકો હુમલામાં ઘાયલ થઈ ગયા છે. રાજૌરી જિલ્લાના ખાંડલી વિસ્તારમાં આતંકવાદીઓ દ્વારા ગુરૂવારના જસબીર સિંહના ઘરને નિશાન બનાવવામાં આવ્યું. જ્યારે તેમનો પરિવાર ધાબા પર હતો, ત્યારે આતંકવાદીઓએ ગ્રેનેડ ફેંકીને હુમલાને અંજામ આપ્યો.
આ ઘટના બાદ રાજૌરીમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે, જ્યારે સ્થાનિક સંગઠનો દ્વારા આજે બંધનું એલાન કરવામાં આવ્યું છે. રાજૌરીમાં થયેલા આ હુમલાની જવાબદારી પીએએફએફએ લીધી છે. હવે એજન્સીઓ દ્વારા આની તપાસ કરવામાં આવી રહી છે. જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા કેટલાક સમયથી ભારતીય જનતા પાર્ટી સાથે જાેડાયેલા નેતાઓ અને લોકો પર હુમલો તેજ થયો.

રાજૌરીની ઘટનાથી પહેલા પણ આ મહિને અનંતનાગમાં બીજેપી નેતા ગુલામ રસૂલ ડારની હત્યા કરી દેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે સ્વતંત્રતા દિવસ પહેલા આતંકવાદીઓ તરફથી અશાંતિ ફેલાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. જમ્મુ-કાશ્મીરના અલગ-અલગ ભાગોમાં આતંકવાદીઓ દ્વારા હુમલા કરવામાં આવ્યા છે. ગુરૂવારના જ શ્રીનગર-જમ્મુ હાઈવે પર આતંકવાદીઓ દ્વારા સુરક્ષાદળો પર હુમલો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું.

આ ઉપરાંત જમ્મુ-કાશ્મીરના કુલગામમાં પણ ગુરૂવારના આતંકવાદીઓ દ્વારા સુરક્ષાદળોને નિશાન બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. ત્યારબાદ સુરક્ષાદળો, આતંકવાદીઓમાં અથડામણ થઈ અને સુરક્ષાદળોએ એક આતંકી મારી પાડ્યો.

Follow Me:

Related Posts