જાફરાબાદ નગરપાલિકા દ્વારા “સ્વચ્છતા હી સેવા અભિયાન – ૨૦૨૫” અંતર્ગત સ્વચ્છોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સ્વચ્છતા ઝુંબેશનો ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી, જાફરાબાદ નગરપાલિકાના પ્રમુખશ્રી ઉપપ્રમુખશ્રી, કારોબારી ચેરમેનશ્રી સહિતના મહાનુભાવની ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં આવ્યો હતો.
આ સ્વચ્છતા ઝુંબેશમાં પારેખ એન્ડ મહેતા હાઈસ્કુલના આર્યાયશ્રી, સ્ટાફ તથા વિદ્યાર્થીઓ ઉપરાંત શહેરીજનો જોડાયા હતા. સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત જાફરાબાદ નગરપાલિકા વિસ્તારમાં ખાસ સ્વચ્છતા લક્ષી એકમો અને બ્લેક સ્પોટની ઝુંબેશ સ્વરૂપે સફાઈ હાથ ધરવામાં આવશે.
આ કાર્યક્રમ અંતર્ગત નગરપાલિકા હાઈસ્કુલની વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતાના વિષય પર નિબંધ તેમજ સાંસ્કૃતિક કૃતિઓ રજુ કરવામાં આવી હતી. આ સાથે લોકોને સ્વચ્છતા શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, તા. ૧૭ થી ૨૨ સપ્ટેમ્બર દરમિયાન શહેરોમાં બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન, રીક્ષા, ટેક્સી અને સાયકલ સ્ટેન્ડ, જાહેર પાર્કિંગ, શહેરી વિસ્તારમાંથી પસાર થતા રીંગ રોડ, રાજ્યના ધોરી માર્ગ અને રાષ્ટ્રીય ધોરી માર્ગ જેવા સ્થળોની સંપૂર્ણ સાફ-સફાઈ કરવામાં આવશે. તા. ૨૩ થી ૨૯ સપ્ટેમ્બર દરમિયાન શહેરોમાં આવેલા ધાર્મિક સ્થળો, સંગ્રહાલયો, પ્રવાસન સ્થળો, બાગ-બગીચાઓ, ઐતિહાસિક સ્થળો, સાર્વજનિક અને ટ્રેકિંગ અને કેમ્પિંગ સ્થળોની સાફ-સફાઈ હાથ ધરવામાં આવશે.
સ્વચ્છ ભારત મિશનની ૧૧ વર્ષની ઉજવણીના ભાગરૂપેના સ્વચ્છતા હી સેવા અભિયાન – ૨૦૨૫ તા.૩૧ ઓક્ટોબર સુધી ચાલશે. જે અંતર્ગત વિવિધ સ્થળોએ સફાઈ હાથ ધરવામાં આવશે.


















Recent Comments