અમરેલી

સાવરકુંડલા તાલુકાના કોળી સમાજના કદાવર નેતા જગદીશ ઠાકોર આમ આદમી પાર્ટીમાં જોડાયા

સાવરકુંડલા તાલુકા કોળી સમાજ ના કદાવર નેતા આપ માં જોડાવાથી ભાજપ ગાબડું પડ્યું હતું સાવરકુંડલા ખાતે ભાજપ ને રામ રામ કરી આમ આદમી પાર્ટીમાં જગદીશભાઈ ડાભી ઠાકોર ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના સંગઠન ના નેતાઓના હસ્તે જોડાયા હતા જેઓ વર્ષોથી સાવરકુંડલા શહેર અને તાલુકામાં ભાજપ સાથે જોડાયેલા હતા જેથી ભાજપ માં મોટું ગાબડું પડ્યું હતું અને આમ આદમી પાર્ટી માં કોળી સમાજના અગ્રણી જોડાતા મોટો ફાયદો થયો હતો.
ભાજપ છોડી આપ માં જોડાયેલા જગદીશભાઈ ડાભી ઠાકોર સાવરકુંડલા નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર ના પતિ છે તેમજ અમરેલી જિલ્લામાં કોળી સમાજના કદાવર અને શક્તિશાળી આગેવાન છે જેઓ કોળી સમાજમાં પણ વિવિધ હોદ્દાઓ ઉપર સેવા આપી રહ્યાછે સાવરકુંડલા તાલુકા ના કોળી સમાજ માટે અડધી રાતનો હોકારા સમાન અને કોળી સમાજ ને થતા અન્યાય સામે સતત લડત માટે તૈયાર એવા જગદીશ ભાઈ ઠાકોર આમ આદમી પાર્ટી ને સંગઠન મજબૂત બનાવવા લાગી ગયાછે કમળ ને છોડી જાડું પકડનાર જગદીશભાઈ ઠાકોર વિસાવદર ના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીના ગુજરાતના સંગઠન મંત્રી મનોજભાઈ સોરઠિયા વિગેરે આમ આદમી પાર્ટીના હોદેદારો ની ખાસ ઉપસ્થિતમાં જોડાયેલ હતા.

Related Posts