સાવરકુંડલા શહેર આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ તરીકે નિડર નિષ્ઠાવાન યુવાન જગદીશભાઈ ઠાકોરની વરણી કરવામાં આવતા સમગ્ર તાલુકામાંથી આવકાર મળી રહ્યોછે. ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના પ્રમુખ ઇસુદાન ગઢવી, મહામંત્રી મનોજભાઈ સોરઠિયા., ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાની સૂચનાથી સાવરકુંડલા શહેર પ્રમુખ તરીકે જગદીશભાઈ ઠાકોરની વરણી કરવામાં આવેલ આ વરણીથી કોળી સમાજ સાથો સાથ આમ આદમી પાર્ટીમાં ઉત્સાહનો માહોલ જોવા મળેલ જગદીશભાઈ ઠાકોર પોતે ખોટું કરતા નથી અને કરવા દેતા નથી સતાધારી ભાજપ શાસન નગરપાલિકામાં ભ્રષ્ટાચાર થતો હોવાથી તેવોએ ભાજપના ભ્રષ્ટાચાર ખુલ્લો પડવામાં પાછીપાની કરી નથી હજુ પણ ભાજપના ભ્રષ્ટાચાર સામે પૂરા જોશ અને જુસ્સા સાથે લડત આપે છે એટલે જગદીશ ઠાકોર નિડર અને નિષ્ઠાવાન તરીકે શહેરમાં પ્રચલિત છે તેમની નિમણુંક થતા ઠાકોર સમાજ, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, સામાજીક, રાજકીય અગ્રણીઓ આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ બનવા બદલ અભિનંદન પાઠવેલ.
સાવરકુંડલા આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ તરીકે જગદીશ ઠાકોરની નિમણુંક થઈ

















Recent Comments