વડોદરા શહેર માં રહેતી ૨૭ વર્ષની વિધિ મહેતા સાથે વિધિએ વક્રતા કરી છે. એને બે વર્ષ પહેલા એકાએક જીવલેણ બીમારી આવી જતા શહેરની હોસ્પિટલમાં સારવાર લેવા છતાં તબિયત બગડતી જતી હોવાથી પરિવારની આર્થિક સ્થિતિ નબળી પડી ગયાની જાણ જાણીતા હાસ્યકલાકાર પદ્મશ્રી જગદીશ ત્રિવેદીને થતાં એમણે આ દીકરીને આર્થિક મદદ કરવા માટે લાભપાંચમના દિવસે વડોદરાના અકોટા નગરગૃહમાં નીશુલ્ક કાર્યક્રમ આપી એ કાર્યક્રમ થકી આવેલી તમામ આવક બીમાર દીકરીના પરિવારજનોને આપી સેવા પરમો ધર્મ ના સૂત્ર ને ખરા અર્થ માં સાર્થક કર્યું હતું.
વડોદરા વિસ્તારના સન ફાર્મ રોડ ઉપર આવેલા કૈલાસ શિખર એપાર્ટમેન્ટમાં રહેતા જયેશભાઈ મહેતાની યુવાન દીકરી વિધિ અભ્યાસ માં ખૂબ હોશિયાર હતી પણ બે વર્ષ પહેલા એક એક જીવલેણ બીમારી લાગુ પડતા અને જીવલેણ બીમારી સાથે સંઘર્ષ કરતા કરતા વિધિએ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી મનોવિજ્ઞાનનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. વિધી એક જીજ્ઞાસુ, ઉત્સાહી, કલાપ્રેમી અને તેજસ્વી વિદ્યાર્થી રહી, બાળપણથી જ તેને કલાત્મક તથા સર્જનાત્મક કાર્યો કરવામાં વિશેષ રુચિ હતી.
બીમારીના શરૂઆત ૨૦૨૨ના ઉત્તરાર્ધમાં થઈ, જ્યારે વિધિને અચાનક જીવલેણ એલર્જી થઈ, જેના કારણે ડૉકટરોને ખાતરી નહોતી કે તે જીવિત પણ રહેશે કે કેમ. તે લગભગ એક મહિનો હોસ્પિટલમાં જીવનમરણ સામે ઝઝૂમતી રહી. તેનો શ્વાસ ચાલુ રાખવા માટે તેને સ્ટેરોઇડ્સ પર આધાર રાખવો પડતો હતો
વધુ એક અણધાર્યો આઘાતજનક વળાંક આવતા છ મહિનાની અંદર, વિધિને બંને હિપ્સમાં એવાસ્ક્યુલર નેક્રોસિસ (AVN) નું નિદાન થયું – જે એક અત્યંત પીડાદાયક સ્થિતિ હતી, જેમાં વિધિના હાડકાંઓમાં લોહીનો પુરવઠો ઘટી ગયો અને અંતે લોહીનો પુરવઠો ત્યાં સુધી પહોંચતો બંધ થવા લાગ્યો, જેના કારણે વિધિના હાડકાં શરીરની અંદર નાશ પામવા લાગ્યા. ડૉક્ટરોનું એમ માનવું છે કે આ નવી બીમારી તેનું જીવન બચાવનાર સ્ટેરોઇડ્સનું દુષ્પરિણામ હતું ઓગસ્ટ ૨૦૨૩ અને ફેબ્રુઆરી ૨૦૨૪ની વચ્ચે, તેણીએ અનેક મોટી સર્જરીઓ કરાવી પડી.
આવી કપરી પરિસ્થિતિમાં માતા-પિતાની અને પરિવારજનોની હાલત અત્યંત કફોડી થઈ જતા સમગ્ર ઘટનાની જાણ જાણીતા હાસ્ય કલાકાર પદ્મશ્રી જગદીશ ત્રિવેદીને થતા એમણે તરત જ વિધિના માતા-પિતાને ફોન કરી વિધિના ડોનેશન માટે નિશુલ્ક પ્રોગ્રામ કરી આપવા ઓફર કરી હતી અને આ પ્રોગ્રામનું આયોજન ગત રવિવારે સયાજીરાવ નગરગૃહ અકોટા ખાતે કરવામાં આવ્યું હતું જેમાં થયેલી તમામ આવક વિધિની સારવાર માટે તેના માતા-પિતાને આપી દેવામાં આવી હતી ઉપરાંત જગદીશ ત્રિવેદીએ ખૂદ ૫૧ હજાર રૂપિયાનું ડોનેશન પણ આપી સેવા પરમો ધર્મના સૂત્રને ખરા અર્થમાં સાર્થક કર્યું હતું.
જીવલેણ બિમારી સામે ઝઝૂમતી દીકરી માટે જગદીશ ત્રિવેદીએ મફત કાર્યક્રમ કર્યો


















Recent Comments