ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં રાજકોટ ગુરુકુળ તાબાનું એક શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ આવેલું છે. આ સંસ્થા દ્રારા નિર્મિત નૂતન મંદિરના પાંચ દિવસીય મુર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત
૨૧ ફેબ્રુઆરી શનિવારે સાંજે હાસ્યકલાકાર અને સમાજસેવક ડૉ. જગદીશ ત્રિવેદીનો “ હાસ્ય ડાયરો “ યોજાયો હતો.
આશરે બે હજાર જેટલાં લોકોએ સતત બે કલાક સુધી હાસ્ય અને સાહિત્યનો આનંદ માણ્યો હતો. છેલ્લે માત્ર પાંચ મિનિટ માટે જગદીશ ત્રિવેદીએ વિનંતી કરી કે આ સંસ્થા દ્વારા ગુજરાતી અને હિન્દી ભાષાના વર્ગો માટે ક્લાસરૂમ બનાવવામાં કોઈનો સહયોગ આપવો હોય તો આપી શકે છે અને સૌના સુખદ આશ્ચર્ય વચ્ચે માત્ર પાંચ જ મિનિટમાં ૧,૪૮,૫૦૦ ઓસ્ટ્રેલિયન ડોલર એટલે ભારતના આશરે નેવું લાખ રૂપિયા એકત્ર થયા હતા.
જગદીશ ત્રિવેદીને આ કાર્યક્રમ પેટે મળનાર સાડા ત્રણ લાખ રૂપિયા આ સંસ્થાએ સીધેસીધા સમી તાલુકાના બાસ્પા ગામમાં બની રહેલી માધ્યમિક શાળાને મોકલી આપ્યા હતા. જ્યાં સ્વામી સચ્ચિદાનંદજીના નામની શાળા બનશે જેનું ૨૫/૩/૨૬ ના રોજ લોકાર્પણ થશે.

















Recent Comments