જય ખોડીયાર રામા મંડળ – સાવરકુંડલા દ્વારા ૫૧ નવયુગલોના ભવ્ય સમૂહ લગ્નોત્સવ આયોજન

સાવરકુંડલા ખાતે જય ખોડીયાર રામા મંડળ, કેવડાપરા દ્વારા તા.૨૩-૦૨-૨૦૨૫ ને રવિવારના રોજ ૫૧ નવયુગલોના પ્રથમ સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ સમૂહ લગ્ન સમારોહ પૂર્ણ પુરૂષોત્તમ ભગવાન શ્રી રામ તથા રામદેવજી મહારાજના આશીર્વાદ તેમજ સમસ્ત જ્ઞાતિજનોના સહકારથી યોજવામાં આવશે. આ મહોત્સવના માંગલિક પ્રસંગો જાન આગમન, સંતોના આશીર્વાદ, ભોજન પ્રસાદ, જાન વિદાય વિગેરે યોજાશે. ભોજન પ્રસાદ ના સંપૂર્ણ દાતા મસા પીર – નાનાજીંજુડા છે. આ શુભ પ્રસંગે, નવદંપતીઓ ને આશીર્વાદ આપવા માટે હજારોની સંખ્યામાં પધારવા ભાવિકોને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
દિપ પ્રાગટ્ય બાદ સંતોના આશીર્વાદ જેમાં શ્રી મહંત શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર મસ્તરામબાપુ, ઘી વાળી ખોડીયાર બોઘરીયાણી (ધજડી), તા. સાવરકુંડલા તેમજ શ્રી મસા પીર મોમાઈ માતાજીનો મઢ, નાના જીજુડા, તા. સાવરકુંડલા અને પ.પૂ. મહંત શ્રી પ્રેમપરીબાપુ, ગુરૂ શંભુપરીબાપુ, બાબા રામદેવ મંદિર, કેવડા પરા, સાવરકુંડલા આશીર્વચન પાઠવશે. આ મહોત્સવ ના અધ્યક્ષ કુંવરજીભાઈ બાવળીયા (કેબીનેટ મંત્રી – ગુજરાત રાજ્ય) રહેશે. આ મહોત્સવમાં અનેક સંતો મહંતો તેમજ રાજકીય આગેવાનો, આમંત્રિત મહેમાનો, સામાજિક સ્વયંસેવકો અને વિવિધ મંડળો ની ઉપસ્થિતિ રહેશે. જય ખોડીયાર રામામંડળ, કેવડા પરા દ્વારા આયોજિત આ સમૂહ લગ્ન સમારોહ એક યાદગાર પ્રસંગ બની રહેશે, જેમાં સમાજના જરૂરિયાતમંદ પરિવારોને સહાયરૂપ થવાનો પ્રયાસ કરવામાં આવશે. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિકો અને સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે આ માનવતાવાદી ભવ્ય મહોત્સવમાં નવદંપતીઓ સંતોના આશીર્વાદ થી તેમના દામ્પત્ય જીવન શરૂઆત કરશે. તેમ પત્રકાર યશપાલ વ્યાસ ની યાદીમાં જણાવેલ છે.
Recent Comments