અમરેલી

સાવરકુંડલા સ્વામિનારાયણ મંદીર ખાતે જલજીલણી એકાદશીની ભવ્ય ઉજવણી કરવામાં આવી

સાવરકુંડલા શીવાજીનગર ખાતે આવેલ સ્વામીનારાયણ મંદીર ખાતે ભાદરવા સુદ એકાદશી જલજીલણી નિમિતે મંદિરના પટાંગણમાં ઠાકોરજી ને જળ વિહાર કરાવવામાં આવ્યા હતા તેમજ સાવરકુંડલા તાલુકામાંથી મોટી સંખ્યામાં સ્વામિનારાયણ સંપ્રદાય નાં સત્સંગી ભાઈઓ બહેનો દ્વારા ધૂન, કીર્તન, સત્સંગ કરવામાં આવ્યો હતો સાથે વામન ભગવાન નાં જન્મોત્સવ નિમિતે મહા આરતી, પૂજન, અર્ચન તથા પારણાં યોજાયા હતા આતકે સાવરકુંડલા સ્વામીનારાયણ મંદીરનાં બાળ સ્વામી, શાસ્ત્રી નિર્લેપસ્વામી, મંદિરના પૂજારી ઉર્જિતપ્રકાશ દાસજી, સ્વામિનારાયણ ગુરુકુળ નાં શાસ્ત્રી ભગવતપ્રસાદ દાસજી, ભાવેશભાઈ ઠુમ્મર, રાકેશભાઈ, મનસુખભાઈ મીસ્ત્રી, નગરપાલિકા પૂર્બ પ્રમુખ ડી.કે.પટેલ, બોબીભાઈ જયાણી શ્રીજી મંડપ, અતુલ જાની નિવૃત ફૌજી વગેરે અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં ભાઈ બહેનો અને હરિ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts