ફરી એકવાર જામનગર પોલીસની ઉમદા કામગીરી સામે આવી છે, સીટી એ ડીવીઝન પોલીસની ટીમે એક એવી ટોળકીને ઝડપી છે જે લોકોને પેસેન્જર તરીકે રીક્ષામાં બેસાડી લુંટ કરતી હતી.
આ સમગ્ર ઘટના મામલે મીડિયા સુત્રો થકી મળતી માહિતી મુજબ, જામનગર સીટી એ ડીવીઝન પોલીસ મથકે ગત ૧૪ ઓગષ્ટના રોજ ૭૦ વર્ષીય વૃધ્ધા સવીતાબેન બચુભાઇ ઝાલાએ ફરિયાદ નોંધાવી હતી. વૃધ્ધા પોતે પેસેન્જર તરીકે રીક્ષામાં બેસાડી જતા હોય ત્યારે રીક્ષામાં રહેલા અન્ય લોકો અને રીક્ષા ચાલકે સાથે મળીને જાેરથી પકડી રાખી મુઢ ઇજાઓ કરી મોઢુ દબાવી હાથમા પહેરેલ એક સોનાની બંગળી આશરે એક તોલાની કિ.રૂ.૮૦૦૦૦/- ની બળજબરીથી કટરથી કાપી લૂંટ કરી હતી. જેની ફરિયાદ મળતા પોલીસે બનાવ સ્થળની આજુબાજુના તેમજ કમાન્ડ કંટ્રોલના સી.સી.ટી.વી. ફુટેઝ જાેતા સી.એન.જી. રીક્ષા રજી. નંબર ય્ત્ન-૧૦-્ઢ-૧૮૦૩ હોવાનુ જણાઇ આવેલ હતુ. પોલીસની ટીમને બાતમી મળી કે સી.એન.જી. રીક્ષા રજી. નંબર ય્ત્ન-૧૦-્ઢ-૧૮૦૩ ની ખંભાળીયા બાયપાસ તરફથી લાલપુર ચોકડી થઇને જામનગર આવે છે અને રીક્ષામાં ચાર પુરૂષો અને એક મહીલા બેઠેલ છે. પોલીસની ટીમે આ સી.એન.જી. ઓટો રીક્ષા સાથે કુલ ૫ આરોપીઓને ઝડપી લીધા હતા.
લોકોને ખોટા ભણે રીક્ષામાં બેસાડી લુંટ કરતી ગેંગના સભ્યો સાથે મળી ઓટો રીક્ષામાં એક ડ્રાઇવર તરીકે અને અન્ય પેસેન્જર તરીકે બેસી એકલા વ્યક્તિને પેસેન્જર તરીકે બેસાડી રીક્ષાની સીટમાં ગીરદી કરી પેસેન્જરની ધ્યાન બહાર અથવા પેસેન્જરને ધમકાવી ડરાવી સોનાના દાગીના તથા રૂપિયાની લૂંટ ચલાવાનો એમ.ઓ. ધરાવે છે. પોલીસે જામનગરના રીક્ષા ચાલક રૂપેશ જેરામ પરમાર અને તેના પત્નિ વિજુબેન રૂપેસ જેરામ પરમાર, આકાશ ચંદુ પરમાર, અને અમરેલીના રહેવાસી અજય ભીમા સોલંકી, સુરેશ લાલજી સોલંકીને ઝડપી લીધા છે. તેની પાસેથી પોલીસે સોનાની બંગળી નંગ-૧ કિ.રૂ.૮૦૦૦૦, સી.એન.જી. ઓટો રીક્ષા રજી. નંબર ય્ત્ન-૧૦-્ઢ-૧૮૦૩ કિમત રૂ.૧૫૦,૦૦૦ , મોબાઇલ ફોન નંગ-૨ કિમત રૂ. ૪૦૦૦, નખ કટર કિમત રૂ.૧૦ સહીત કુલ મુદામાલ કિંમત રૂ. ૨૩૪૦૧૦ સાથે ઝડપી લીધા છે.
આ કેસમાં પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યુ છે કે પકડાયેલ આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. જેમાં આરોપી અજય ભીમા સોલંકી સામે અમદાવાદના વાસણા, ભાવનગરના સોનગઢ, નિલમબાગ, અમરેલીના રાજુલામાં ૩, મોરબીના સીટીએ ડીવીઝનમાં એમ કુલ સાત ફરિયાદ નોંધાયેલ છે. જ્યારે આરોપી સુરેશ લાલજી સોલંકી સામે રાજુલામાં ૨, મહુવા, નિલમબાગ અલગ-અલગ પોલીસ મથકેમાં ચાર ગુના નોંધાયેલા છે. આરોપી આકાશ ચંદુભાઇ પરમાર સામે જામનગર એક ગુનો નોંધાયેલો છે.
જામનગર સીટી એ ડીવીઝન પોલીસે પેસેન્જર તરીકે રીક્ષામાં બેસાડી લોકોને લુંટતી ટોળકીને ઝડપી પાડ્યા


















Recent Comments