ગુજરાત

જામનગર પોલીસે બેડી બંદર રોડ પર યુવાનને ઓવર સ્પીડમાં કાર ચલાવી વીડિયો બનાવવા મામલે અટકાયત કરી

શહેરના બેડી બંદર રોડ પર એક યુવાન સોશિયલ મીડિયા પર રીલની ઘેલછામાં બેડીબંદર રોડ પર ગરીબ નગર વિસ્તારમાં ઓવર સ્પીડમાં સ્કોર્પિયો કાર ચલાવીને રીલ બનાવનારા યુવક સામે સાયબર ક્રાઈમે ફરિયાદ નોંધી છે. પોલીસે કાર કબજે લઈને યુવકની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. યુવાને પોતાની જી.જી.૧૦ ડી.આર. ૩૫૭૯ નંબરની સ્કોર્પિયો કારને બેડી બંદર રોડ પર ચલાવીને વીડિયો બનાવ્યો હતો. પોતે ફેમસ થવા આવુ કૃત્ય કર્યું હતું. જામનગરના યુવકને સોશિયલ મીડિયામાં ફેમસ થવું ભારે પડ્યું છે.
આ સમગ્ર ઘટના જામનગર સાયબર ક્રાઇમની નજરમાં આવતા કાર ચાલકને શોધી કાઢી ભારતીય ન્યાય સંહિતા, એમ.વી.એક્ટ હેઠળ સિટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો હતો. આ પછી કાર ચાલકની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Related Posts