ગોહિલવાડ રાજવી પરિવાર દ્વારા ઘણાં દેવસ્થાનોનાં નિર્માણ થયાં છે. ભાવનગરમાં જશોનાથ મહાદેવ એ મહારાજા શ્રી જસવંતસિંહજી ભાવસિંહજી ગોહિલ દ્વારા નિર્માણ કરાવવામાં આવેલ. મહારાજા કાશીની યાત્રાએ ગયેલાં અને ત્યાર પછી ભાવનગરની ભાવિક પ્રજા માટે તેમજ પોતાની આસ્થા હેતુ જશોનાથ મહાદેવ સ્થાપન કરવામાં આવ્યું.
રાજવી પરિવાર દ્વારા નિર્માણ થયેલ શિવ સ્થાનક એટલે આ જશોનાથ મહાદેવ એ નગરનું આસ્થા કેન્દ્ર રહ્યું છે. અહીંયા શિવજી તેમનાં પરિવાર સાથે બિરાજમાન છે, જે વિશેષ રહેલ છે.
રાજવી શ્રી તખ્તસિંહજી મહારાજા દ્વારા શિવાલયમાં ચાંદીનાં દરવાજા અર્પણ કરવામાં આવેલાં. આ સ્થાનમાં વાવ પણ નિર્માણ કરાયેલ.
સમગ્ર પરિસર નિહાળતાં ઐતિહાસિક વૈભવની અનુભૂતિ અને કલ્પના થઈ શકે છે. શિલ્પ સ્થાપત્ય વાસ્તુશાસ્ત્ર સાથેનું દર્શનીય શિવાલય એટલે આ જશોનાથ મહાદેવ ભાવિકો માટે શ્રદ્ધાનું સ્થાન છે.
Recent Comments