રાષ્ટ્રીય

ઝારખંડ આતંકવાદ વિરોધી ટુકડીને મળી મોટી સફળતા

ઝારખંડ એટીએસ દ્વારા એક મહિલા સહિત ચાર આતંકીઓને ઝડપી લેવાયા

ઝારખંડ આતંકવાદ વિરોધી ટુકડીને એક મોટી સફળતા મળી છે જેમાં ધનબાદ માં દરોડા પાડવામાં આવ્યા હતા. આતંકવાદી સંગઠનો હિઝબુત-તાહિર (ૐેં્) અને અલ કાયદા ભારતીય ઉપખંડ (છઊૈંજી) ના લોકો ધનબાદમાં હાજર હોવાની માહિતીના આધારે વાસેપુરમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. છ્જી ટીમે વાસેપુરના નૂર મસ્જિદ વિસ્તારમાં દરોડો પાડ્યો હતો અને બે અતિ-આધુનિક પિસ્તોલ, કારતૂસ અને મોટી માત્રામાં પ્રતિબંધિત સાહિત્ય, ડાયરી, લેપટોપ અને સ્માર્ટફોન જપ્ત કર્યા હતા.
ઝારખંડ એટીએસને ગુપ્ત માહિતી મળી હતી કે, હિઝબુત તાહિર અને અલ કાયદા અને અન્ય પ્રતિબંધિત આતંકવાદી સંગઠનો સાથે સંકળાયેલા કેટલાક લોકો સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા રાજ્યના અન્ય યુવાનોને તેમના નેટવર્ક સાથે જાેડીને ગેરમાર્ગે દોરી રહ્યા છે.
એટીએસ ની ટીમને માહિતી મળી હતી કે, ધાર્મિક કટ્ટરતાને પ્રોત્સાહન આપીને રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. જ્યારે એટીએસ એ તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે ધનબાદ જિલ્લામાં ઘણા લોકો આવા કામમાં રોકાયેલા હતા. આ પછી, એટીએસ એ ધનબાદથી ચાર લોકોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા લોકોમાં બેંક મોર, અલીનગર, ધનબાદના રહેવાસી ગુલફામ હસન, અમન સોસાયટી, ભુલી ઓપી, ધનબાદના રહેવાસી અયાન જાવેદ, મોહમ્મદ શહઝાદ આલમ અને એક મહિલા, શબનમ પ્રવીણનો સમાવેશ થાય છે. આ લોકો ૈંજીૈંજી અને અન્ય પ્રતિબંધિત આતંકવાદી સંગઠનો સાથે સંકળાયેલા છે અને આવી રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા હતા.

Related Posts