JNUમાં ABVP અને છાત્ર સંઘ વચ્ચે મારપીટ, શિવાજીની તસ્વીર ફેંકવાનો આરોપ લાગ્યો
દિલ્હીની પ્રતિષ્ઠિત જવાહરલાલ નેહરુ યૂનિવર્સિટી (ત્નદ્ગેં)માં રવિવારે ફરી એક વાર નવો વિવાદ ઊભો થતો દેખાય છે. અહીં જેએનયૂના છાત્ર સંઘ કાર્યાલયમાં શિવાજી જયંતિના અવસર પર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને વામપંથી સભ્યોની વચ્ચે ડખ્ખો થઈ ગયો. એબીવીપીનો આરોપ છે કે, વામપંથી કાર્યકર્તાઓએ શિવાજી મહારાજની તસ્વીરની માળા કાઢીને તેને નીચે ફેંકી દીધી હતી. તો વળી લેફ્ટે એબીવીપી કાર્યકર્તાઓ પર મારપીટનો આરોપ લગાવ્યો છે. એબીવીપીએ એક નિવેદનમાં કહ્યું કે, તેણે છત્રપતિ શિવાજી મહારાજની જયંતિના અવસર પર એક કાર્યક્રમ આયોજીત કર્યો હતો. આ કાર્યક્રમની તુરંત બાદ વામપંથી વિદ્યાર્થીઓ ત્યાં આવ્યા અને માળા ઉતારીને શિવાજીની તસ્વીર નીચે ફેંકી દીધી.
એબીવીપીએ આ ઘટનાની કેટલીય તસ્વીરો શેર કરી છે, જેમાં તેમણે કહ્યું છે કે, જેએનયૂમાં છાત્ર સંઘ કાર્યાલયમાં વામપંથીઓ દ્વારા વીર શિવાજીના ચિત્ર પરથી માળા ઉતારી અને તોડી ફોડી ત્યાં લાગેલા મહાપુરુષની તસ્વીર ફેંકી દીધી. એબીવીપી તેની આકરી ટીકા કરે છે અને દોષિતો પર કાર્યવાહીની માગ કરે છે. જેએનયૂ સ્ટૂડન્ટ યૂનિયને આ સમગ્ર મામલા પર નિવેદન જાહેર કરીને કહ્યું કે, એબીવીપીએ ફરી એક વાર છાત્રો પર હુમલો કર્યો છે. આ દર્શન સોલંકીના પિતાના આહ્વાન પર એકજૂથતા બતાવવા માટે કાઢવામાં આવેલી કેન્ડલ લાઈટ માર્ચની તુરંત બાદ કર્યો હતો. એબીવીપીએ ફરી એક વાર જાતિગત ભેદભાવ વિરુદ્ધના આંદોલનને પાટા પરથી ઉતારવા માટે આવું કર્યું છે.
Recent Comments