ભાવનગર

પ્રેરણા ફાઉન્ડેશન અને વન વિભાગ દ્વારા સંયુક્ત અભિયાન

ઉત્તરાયણ પર્વ નજીક આવી રહ્યું છે. પતંગોત્સવના આ આનંદમય દિવસોમાં મોટાભાગે સૌ કોઈ પતંગ ઉડાડવામાં મસ્ત છે, પરંતુ આ દરમ્યાન પતંગની
દોરીથી અનેક નિર્દોષ અને માસૂમ પક્ષીઓ ઘાયલ બની જાય છે. આવા પક્ષીઓને બચાવવા માટે કેટલાક સંવેદનશીલ ભાઈ-બહેનો માનવતાનું ઉત્તમ
ઉદાહરણ પૂરું પાડી જીવદયા રક્ષક બની સેવા માટે તત્પર છે.
ભાવનગર શહેર અને જિલ્લામાં પ્રેરણા ફાઉન્ડેશન સંચાલિત જીવદયા હોસ્પિટલ અગિયાળી તથા ભાવનગર જિલ્લા વન વિભાગ (ગુજરાત સરકાર) ના
માર્ગદર્શન અને સહયોગથી ઉત્તરાયણ દરમ્યાન ઇજાગ્રસ્ત પક્ષીઓને તાત્કાલિક સારવાર આપવામાં આવશે.
આ હેતુસર ડૉક્ટર અને પ્રશિક્ષિત સ્ટાફ સાથે ચાર હેલ્પલાઇન વાન સતત ફરતી રહેશે. ઉપરાંત ભાવનગર શહેર અને જિલ્લામાં અનેક જીવદયા રક્ષકો
સેવારત રહેશે, જે પક્ષીઓના બચાવ અને સારવાર માટે તાત્કાલિક કાર્યવાહી કરશે.
કોઈ પણ વ્યક્તિને જો પતંગની દોરીથી ઘાયલ થયેલ પક્ષી નજરે પડે તો તે ફોન દ્વારા મદદ મેળવી શકશે અને પક્ષીના જીવ બચાવવામાં મહત્વપૂર્ણ
યોગદાન આપી શકશે.
ઉત્તરાયણના ઉત્સવમાં આનંદ સાથે સંવેદના રાખી, નિર્દોષ પક્ષીઓના જીવનની રક્ષા કરીએ એ જ સાચી ઉજવણી છે.

Related Posts