અમરેલી

ધારી ગીર પૂર્વ વન વિભાગના કેસરી સદન ખાતે કોન્ફરન્સ રૂમ નું લોકાર્પણ કરતા જુનાગઢ સર્કલના સીએફ રામ રતન નાલા

ધારી ગીર પૂર્વ વન વિભાગના કેસરી સદન ખાતે કોન્ફરન્સ રૂમ નું લોકાર્પણ જુનાગઢ સર્કલના સીએફ રામ રતન નાલા ના વરદ હસ્તે કરવામાં આવેલ. તેમજ જૂનાગઢ વન વિભાગ સર્કલ ના તમામ ડિવિઝનના નાયબ વન સંરક્ષકશ્રી તેમજ એ.સી.એફ. તેમજ આર.એફ.ઓ. ને એક મીટીંગ પણ જૂનાગઢના સી.એફ. રામ રતન નાલા ની અધ્યક્ષતામાં મળેલી. આ મિટિંગમાં આવનારા સમયમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી ભવ્યાતિભવ્ય રીતે ઉજવવામાં આવે તે અંગેનું માર્ગદર્શન આપવામાં આવેલ. ઉપરોક્ત સમગ્ર કાર્યક્રમનું આયોજન ધારીના નાયક વન સંરક્ષણ વિકાસ યાદવ (આઈ.એફ.એસ) ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ.

Related Posts