વર્તમાન ઝ્રત્નૈં સંજીવ ખન્ના દ્વારા જસ્ટિસ બી.આર.ગવઇના નામની કરી ભલામણ
વર્તમાન ઝ્રત્નૈં સંજીવ ખન્નાએ સુપ્રીમ કોર્ટના આગામી ચીફ જસ્ટિસ તરીકે ભૂષણ આર. ગવઈની ભલામણ કરતો પ્રસ્તાવ કાયદા મંત્રાલય સમક્ષ મોકલ્યો છે. કાયદા મંત્રાલયે ઝ્રત્નૈં સંજીવ ખન્નાને આગામી ઝ્રત્નૈંના નામની ભલામણ કરવા કહ્યું હતું. વર્તમાન ચીફ જસ્ટિસ સંજીવ ખન્નાનો કાર્યકાળ ૧૩ મેના રોજ પૂરો થઈ રહ્યો છે. જસ્ટિસ ગવઈ દેશના ૫૨માં ચીફ જસ્ટિસ બનશે. તેઓ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા તરીકે ૧૪ મેના રોજ શપથ લેશે. તેમનો કાર્યકાળ છ મહિનાનો રહેશે. કારણકે તેઓ નવેમ્બર,૨૦૨૫માં નિવૃત્ત થવાના છે.
સંજીવ ખન્નાએ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા તરીકે ગતવર્ષે ૧૧ નવેમ્બરના રોજ શપથ લીધા હતા. તેઓ પણ ૧૩ મે, ૨૦૨૫ના રોજ નિવૃત્ત થવાના હોવાથી તેમનો કાર્યકાળ પણ છ મહિનાનો છે. જસ્ટિસ ગવઈની ૨૯ મે, ૨૦૧૯ના રોજ સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમણૂક થઈ હતી. નવેમ્બર, ૨૦૦૩માં બોમ્બે હાઈકોર્ટના એડિશનલ જજ બન્યા બાદ નવેમ્બર, ૨૦૦૫માં કાયમી જજ તરીકે નિમણૂક થઈ હતી.
દેશની સુપ્રીમ કોર્ટમાં ૨૦૦૭માં જસ્ટિસ કેજી બાલકૃષ્ણન બાદ ગવઈ બીજા દલિત ચીફ જસ્ટિસ બનશે. સુપ્રીમ કોર્ટના જજ તરીકે જસ્ટિસ ગવઈએ અનેક નોંધનીય ચુકાદા આપ્યા છે. જેમાં મોદી સરકારનો ૨૦૧૬માં ડિમોનેટાઈઝેશનનો ર્નિણય, ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમને ગેરબંધારણીય ઠેરવવાનો ચુકાદો સામેલ છે.
જસ્ટિસ બીઆર ગવઈ પદ સંભાળ્યા પછી ૬ મહિના માટે સીજેઆઈ રહેશે અને નવેમ્બર ૨૦૨૫ માં નિવૃત્ત થશે. જસ્ટિસ બીઆર ગવઈ મહારાષ્ટ્રના અમરાવતીના રહેવાસી છે. તેમણે ૧૯૮૫માં વકીલ તરીકે કામ કરવાનું શરૂ કર્યું. તે સમયે, તેઓ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ એડવોકેટ જનરલ અને બાદમાં મહારાષ્ટ્ર હાઈકોર્ટના ન્યાયાધીશ બેરિસ્ટર રાજા ભોંસલે સાથે કામ કરતા હતા. બીઆર ગવઈએ ૧૯૮૭ થી ૧૯૯૦ સુધી બોમ્બે હાઈકોર્ટમાં વકીલાત કરી.


















Recent Comments