ગુજરાત

અખીલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ ની જ્યોતિ કળશ યાત્રા નું ગુજરાત આગમન

સુરત. અખીલ વિશ્વ ગાયત્રી પરિવાર નું મુખ્ય કેન્દ્ર ગાયત્રી તીર્થ શાંતિકુંજ હરીદ્વાર છે જે તીર્થભૂમિ છે. જેની સ્થાપના વેદમૂર્તિ, તપોનિષ્ઠ, યુગપ્રૠષિ પં. શ્રીરામ શર્મા આચાર્યજી એ કરી હતી, એ યુગતીર્થના ૫૦ વર્ષ ૨૦૨૬ માં પુરા થાય છે. ૫.પૂ. ગુરૂદેવની ૧૫ વર્ષની ઉમરે હિમાલય વાસી દાદા ગુરૂદેવે પ્રકાશપુજના રૂપમાં દર્શન આપી તેમને આ ધરતી પર શા માટે મોકલ્યા છે તેનુ મહત્વ સમજાવી પાછલા ત્રણ જન્મોનું જ્ઞાન કરાવી પ્રખર તપ કરવા માટે જણાવ્યું, જે વર્ષ ૧૯૨૬ ની વસંત પંચમી પર્વ હતું, તે પ્રકાશપુંજ અખંડ જયોતનાં સ્વરૂપમાં સ્થાપીત થયો, તેને ૧૦૦ વર્ષ ૨૦૨૬માં પુરા થાય છે. સાથે સાથે વંદનીય માતાજી નું અવતરણ ૧૯૨૬ માં થયુ તેને પણ ૧૦૦ વર્ષ પુરા થાય છે,

જે સંદર્ભે માનવમાત્રનાં વિચારોનાં પરિવર્તનનો દિવ્ય સંદેશ પહોંચાડવા માટે નું નિર્ધારણ થયું આ માટે યુગતીર્થ શાંતિકુંજ હરદ્વાર થી જયોતિ કળશ સ્થયાત્રાની શરૂઆત ગુજરાતમાં ગાયત્રીતીર્થ શામળાજી થી થઈ.આ રથયાત્રા તા.૧૭/૦૧/૨૦૨૫ થી ૧૨/૦૩/૨૦૨૫ સુધી ઉચ્છલનીઝર તાલુકામાં થી પ્રવેશ કરી સોનગઢ વ્યારા વાલોડ, ડોલવણ મહુવ પલસાણા બારડોલી માંડવી  ઉમરપાડા માંગરોણ, કામરેજ થી સુરત સીટીમાં પ્રવેશ કરીને પછી ઓલપાડ અને ભરુચ જીલ્લામાં પરિભ્રમણ કરશે.આ વિશેષ જયોતિ કળશ રથયાત્રામાં કળશ માં અખંડ જયોતિનાં પ્રકાશ પુંજ નો અંશ, પ.પૂ. ગુરૂદેવના તપશકિતનો અશં અને ગાયત્રી તીર્થ શાંતિકુંજની દિવ્ય ઉર્જા નો સમાવેશ છે. જેના દર્શન- આરતીનો લાભ લેવો એ ઉત્તમ તક છે. જેનો લાભ લેવા આપને હાર્દિક નિમંત્રણ પાઠવીએ છીએ.ઉપઝોન સુરત કાર્યાલય – ગાયત્રી ચેતના કેન્દ્ર, સુરત.ફોન. ૦૨૬૧-૨૪૮૨૧૧૨ / ૯૮૨૪૬ ૨૪૦૦૦ / ૯૩૭૪૭ ૨૪૬૩૯ ની યાદી માં જણાવેલ છે

Related Posts