ગ્રાહક સુરક્ષા મંડળ, સાવરકુંડલા દ્વારા હાલમાં ‘ગ્રાહક સુરક્ષા સપ્તાહ’ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીના ભાગરૂપે તેમજ ૨૪ ડિસેમ્બર ‘રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન’ના અવસરને ધ્યાનમાં રાખીને આજ રોજ શહેરની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા કે. કે. હાઇસ્કૂલ, સાવરકુંડલાની કન્ઝ્યુમર ક્લબ દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રાહકોમાં જાગૃતિ આવે અને વિદ્યાર્થીઓ પોતાના અધિકારો પ્રત્યે સભાન બને તેવા ઉમદા હેતુથી શાળામાં ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધા યોજવામાં આવી હતી. આ સ્પર્ધા શાળાના પ્રાર્થનાખંડમાં યોજવામાં આવી હતી. આ બંને સ્પર્ધાઓમાં મળીને શાળાના કુલ ૫૩ જેટલા ઉત્સાહી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ પોતાની સર્જનાત્મક શક્તિ અને ગ્રાહક સુરક્ષા અંગેના વિચારો પ્રદર્શિત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના આચાર્ય શ્રી ચેતનભાઈ ગુજરીયાના યોગ્ય માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાને સફળ બનાવવા માટે કન્ઝ્યુમર ક્લબના કોર્ડીનેટર રફીકભાઈ ભોરણીયા દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંકલન થયું હતુ. આ આયોજન દ્વારા વિદ્યાર્થીઓમાં ગ્રાહક તરીકેના હકો અને ફરજો અંગે નવી ચેતનાનો સંચાર થયો હતો.
કે. કે. હાઇસ્કૂલ, સાવરકુંડલા ખાતે ‘રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન’ નિમિત્તે ચિત્ર અને નિબંધસ્પર્ધાનું આયોજન થયું


















Recent Comments