ગુજરાત

કલાનગરી પોરબંદરના ચિત્રકાર બલરાજ પાડલીયાનું વોટર કલર પેઇન્ટિંગ આંતરરાષ્ટ્રીય ચિત્ર પ્રદર્શનમાં પસંદગી પામ્યુ

પોરબંદરના ઇનોવેટિવ આર્ટિસ્ટ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ તથા  જાણીતા ચિત્રકાર બલરાજ પાડલીયાનું પેઇન્ટિંગ “વેકેશન ઓફ બોટ્સ ” અસ્માવતી ઘાટ પોરબંદર પસંદગી પામેલ. તારીખ ૬ થી ૯ ડિસેમ્બર ૨૦૨૪ દરમિયાન દિલ્હી ખાતે (IWS ઇન્ટરનેશનલ વોટર કલર સોસાયટી)World’s Biggest Water colour Fastival organized by IWS ઇન્ડિયા 2nd  ઓલમ્પિઆર્ટ 2024 માં 60 દેશના 550 ચિત્રકારોના ચિત્ર પ્રદર્શન યોજાયેલ.આ પ્રસંગે IWS ના પ્રેસિડેન્ટ  અતાનુર ડોગન -કેનેડા, IWS ઈન્ડિયા પ્રેસિડેન્ટ તથા સુપ્રસિદ્ધ ચિત્રકાર અમિત કપૂર-દિલ્હી તથા મેઘા હાંડા કપૂર સાથે મ્યુનિસિપલ કમિશનર ન્યૂ દિલ્હી સહિત  અનેક આંતરરાષ્ટ્રીય દિગ્ગજ ચિત્રકારો અને સહયોગી સંસ્થાઓ ના પ્રતિનિધિઓની ઉપસ્થિત રહેલ. ચિત્રકાર બલરાજ પાડલીયાને ઇનોવેટીવ આર્ટિસ્ટ ટ્રસ્ટના ચિત્રકાર કમલ ગોસ્વામી, શૈલેષ પરમાર,કરશન ઓડેદરા, દિનેશ પોરીયા, સમીર ઓડેદરા,ધારા જોશી, ભાવિક જોશી,દિપક વિઠલાણી તથા અનેક કલા રસીક મિત્રોએ અભિનંદન પાઠવેલ.

Follow Me:

Related Posts