શ્રી ઉમિયા માતાજી સિદસર શ્રી સવા શતાબ્દી વર્ષ પૂર્ણાહુતિ ઉત્સવ અંતર્ગત ભાદરવા સુદ પૂનમ તા.૦૭-૦૯-૨૦૨૫ ને રવિવારે ચત્રોલા સમાજ વાડી- કેરીયાનાગસમાં મહા કળશ પૂજન તથા મહાઆરતીનું સવિશેષ આયોજન કરવામાં આવેલ હતું. આ યોજના હેઠળ ૨૧૦ કળશનું ધાર્મિક વિધી મુજબ પૂજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા સમિતિ, તાલુકા સમિતિ તથા કેરિયનાગસ ગ્રામ્ય સમિતિના તમામ સભ્યો તેમજ ગામના ઉમા ભક્તોએ માઁ ઉમિયા માતા પ્રત્યે આસ્થા, શ્રદ્ધા અને ભક્તિભાવથી ઉત્સાહભેર જોડાયા હતા.
કડવા પાટીદાર સમાજના આગેવાનો દ્વારા દિપ પ્રાગટય કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરેલ હતી. મહેમાનોનું શાબ્દિક સ્વાગત સામાજીક આગેવાન વિનુભાઈ ગળધરીયાએ કરેલ હતું. પ્રાસંગીક ઉદ્દબોધનમાં અમરેલી જીલ્લા ઉમિયા પરિવાર સંગઠન સમિતિના પૂર્વ પ્રમુખ ગોરધનભાઈ સુરાણી તથા લાઠી તાલુકા ઉમિયા પરિવાર સંગઠન સમિતિના પ્રમુખ ધિરુભાઈ કોટડીયાએ સમાજ ઉત્કર્ષ અંગેની શૈક્ષણિક, આરોગ્ય, ધાર્મિક, સામાજિક વગેરે સેવાકીય પ્રવૃત્તિઓમાં સમાજના તમામ પરિવારો જોડાઈ શકે અને પોતાનું ફૂલ પાંદડીરૂપ દરરોજના વ્યક્તિદીઠ રૂપિયા એક લેખે વર્ષના રૂ. ૩૬૫ માઁ ઉમિયા માતાના ચરણોમાં એકી સાથે દર વર્ષે સમૂહમાં અર્પણ કરવાની માઁ ઉમા કળશ યોજના અંગેની વિગતવાર માહિતી આપેલ હતી. સામાજિક સમાન ઉત્કર્ષની વિવિધ સેવાકિય પ્રવૃતિઓમાં કડવા પટેલ સમાજના તમામ પરિવારો પોતાનું યોગ્ય યોગદાન આપી શકે તેવા શુભ આશય તથા ઉમદા હેતુથી માઁ પધાર્યા મારા ઘેરના ભાવ સાથે માઁ કળશ યોજના શરૂ કરવામાં આવેલ છે. આ નિધિનો ઉપયોગ પર્યાવરણ, જળસંચય, કૃષિમાર્ગદર્શન શિબિર, રોજગાર માર્ગદર્શન, વ્યસન મુકિત, મહિલા સશકિતકરણ, મહિલા સંગઠન જેવા સામાજીક કાર્યક્રમો માટે ઉપયોગ કરવાના ઉમદા હેતુ સાથે સંકળાયેલ કળશ યોજનાને સૌએ આવકારી હતી. અમરેલી જીલ્લા ઉમિયા પરિવાર સંગઠન સમિતિનાં પ્રમુખ નરેશભાઈ દસલાણીયા, ઉપપ્રમુખ જયંતિભાઈ ચત્રોલા, મંત્રીશ્રી પ્રહલાદભાઈ વામજા, અમરેલી તાલુકા ઉમિયા પરિવાર સંગઠન સમિતિના પ્રમુખશ્રી બાલુભાઈ માતરીયા, ઉપપ્રમુખશ્રી ઉમંગભાઈ સરખેદી, મંત્રીશ્રી પ્રા. એમ. એમ. પટેલ, સામાજીક આગેવાન મનસુખભાઈ ગાંગડીયા, અમરેલી શહેર ઉમિયા પરિવાર સંગઠન સમિતિના પ્રમુખશ્રી રમેશભાઈ ગોલ, મંત્રીશ્રી રાજેશભાઈ સરખેદી, અમરેલી જિલ્લા યુવા સમિતિ પ્રમુખ હરેશભાઈ રૂપાલા, મુકેશભાઈ માતરીયા, યોગેશભાઈ આખજા વગેરે ઉપસ્થિત રહી સમાજના સર્વાંગી વિકારા અને એકતાના પ્રતિક રૂપે કડવા કણબી ત્યાં કળશ યોજના થકી સમાજને સાંકળવાના સેતુ સમાન કાર્યક્રમને ભક્તિ સાથે નવા ઇતિહાસનું સર્જન કરવા શુભેચ્છા પાઠવી હતી.
કાર્યક્રમમાં આર્થિક તેમજ વિશિષ્ટ સેવાકિય સહયોગ આપનાર શાંતિભાઈ લાંભીયા, નિલેશભાઈ ધોરી અને મારૂતિ ઓઈલ મીલના દિનેશભાઈ ચત્રોલા, રતિભાઈ ધોરી તરફથી આર્થિક સહયોગ મળેલ તેમજ કળશ પૂજનની શાસ્ત્રોકત વિધિ નિકુંજદાદા જોષીએ કરાવેલ અને તેમનું માનવંતા મહેમાનોના વરદહસ્તે સવિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની આભારવિધિ ચુનીભાઈ સોળીયાએ કરેલ હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ચિરાગ ગાંગડીયા તથા કલ્પેશભાઈ મેતલીયા દ્વારા કરવામાં આવેલ હતું.
કેરિયાનાગસ ગામ આગેવાનશ્રી ભુરાભાઈ ચત્રોલા, વિનુભાઈ ગળધરીયા, ઘનશ્યાભાઈ લાંભીયા, ગોબરભાઈ સોળીયા, ભાયાભાઈ ચત્રોલા તેમજ ઉમિયા પરિવાર સંગઠન સમિતિ પ્રમુખશ્રી જયંતિભાઈ ગાંગડીયા, ઉપપ્રમુખશ્રી મનસુખભાઈ સોળીયા, મંત્રીશ્રી સંજયભાઈ લાંભીયા તેમજ સભ્યશ્રી ભીખાભાઈ ચત્રોલા, ચંદુભાઈ કારેટીયા, ગોપાલભાઈ ચત્રોલા, ઉપેન્દ્રભાઈ ચત્રોલા, ભુપતભાઈ ગાંગડીયા, સંજયભાઈ વિરપરા, ભરતભાઈ વજીપરા, વિશાલભાઈ બાવળવા તેમજ મારુતિ કિશોર ધુન મંડળના યુવાનોએ આ કાર્યક્રમને સફળ બનાવવામાં જહેમત ઉઠાવેલ હતી.
Recent Comments