કલોલ મેમણ જમાત તથા કલોલ યુથ સર્કલ દ્વારા કલોલ મેમણ સમાજ વાડી (રોયલ ફાર્મ)માં ઉત્સાહભેર આઠમો ઇનામ વિતરણ સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં મેમણ સમાજના નર્સરીથી લઈને ડિગ્રી સુધી અને કુરાને હાફીઝ થયેલા બાળકોને ઇનામ આપી સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે થરાદી મેમણ કાઉન્સિલના અધ્યક્ષ સિરાજ કલોલવાલા થરાદી મેમણ કાઉન્સિલના પ્રમુખ હનીફ થરાદી મેમણ કાઉન્સિલના ઉપપ્રમુખો રફિકભાઈ, દિલાવરભાઈ, તોસીફભાઈ, જાફરભાઈ, ફજલભાઈ તેમજ થરાદી મેમણ શિક્ષણ સમિતિના ચેરમેન, ફારૂકભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા બાળકોને કામયાબી માટે માર્ગદર્શન આપ્યું.
થરાદી મેમણ કાઉન્સિલના પ્રમુખ હનીફભાઈ ડીસાવાળાએ બાળકોને ઉચ્ચ કક્ષાએ અભ્યાસ કરવા પર માટે સલાહ આપી હતી. સમાજના શિક્ષણ વ્યાપ વધશે તો જ આપણો સમાજ પ્રગતિ કરી શકશે અને દેશ અને દુનિયામાં પ્રગતિ કરતા અન્ય સમાજાે સાથે ધંધા-રોજગાર નોકરી આગળ વધી શકશે. દેશ અને વિશ્વમાં સમાજનું નામ રોશન કરી શકશે તેમ જણાવ્યું હતું. તેમજ અન્ય ઉપસ્થિત મહાનુભાવો દ્રારા સમાજના બાળકોના શિક્ષણમાં વધારો થાય તે માટે બાળકો માતા-પિતાને શિક્ષણ પ્રત્યે વધુ જાગૃત થવા માટે હાકલ કરી હતી. આ પ્રસંગે શિક્ષણ સમિતિના ચેરમેને બાળકોને દસમા(૧૦)અને બારમા(૧૨) માં ૮૦ ટકા ઉપર રિઝલ્ટ લાવવા પર કાઉન્સિલ વતી ઇનામોની જાહેરાત કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત યુથ સર્કલ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દાન આપનાર દાતાઓ તેમજ આ કાર્યકમમાં મહત્વ પૂર્ણ યોગદાન આપનાર થરાદી મેમણ કાઉન્સિલમાંથી આવેલ મહેમાનોનું મુવમેન્ટો આપીને સન્માન કર્યું હતું.
Recent Comments