અમરેલી: સેન્ટ મેરી હાઇસ્કુલ અમરેલી અને રાજ્ય સરકારના મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરિયા સંસ્થાપિત
કર્મભૂમિ ડેવલપમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટ – અમરેલીના સંયુક્ત ઉપક્રમે આજરોજ સેન્ટ મેરી હાઇસ્કુલ ખાતે “સશક્ત યુવા અને ભગવદ્દ ગીતા” પરિસંવાદ કાર્યક્રમ યોજાયો. માન. મંત્રી શ્રી કૌશિકભાઇ વેકરીયાના અંગત મદદનીશ શ્રી ભાવેશભાઇ ભાલીયાઍ ટ્રસ્ટનો પરિચય આપ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન બારડ સાહેબે કર્યું હતું. ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત ફાધર બીનું સાહેબે કર્યું હતું. ત્યારબાદ શ્રી રોહિતભાઈ મહેતા અને પ્રા. જે. એમ. તળાવીયાએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે સ્વામી નિત્યશુદ્ધા સરસ્વતીજીઍ ખુબજ રસપ્રદ શૈલીમાં શાળાના વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોને જીવનમાં ભગવદ્દ ગીતાનુ મહત્વ સમજાવ્યું હતુ. તેમના વક્તવ્ય બાદ પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. પ્રશ્નોતરી દરમ્યાન વિધાર્થી ભાઈ – બહેનોના પ્રશ્નોના સંતોષકારક ઉત્તરો આપવામાં આવ્યા હતા. કાર્યક્રમ માટે સુંદર વ્યવસ્થા બદલ શાળાના તમામ કર્મચારીઓનો ટ્રસ્ટ વતી મનીષભાઇ સિદ્ધાપુરાઍ આભાર વ્યક્ત કર્યો હતો.


















Recent Comments