અમરેલી

કસવાલા એ કુનેહ દ્વારા લીલીયાનો ૩૫ વર્ષ જુનો પ્રશ્ન હલ કર્યો

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા
દ્વારા ગુજરાત સરકાર માં રજૂઆત કરી ને લિલીયા અને પૂંજાપાદર ગામ વચ્ચેના
વર્ષો જૂના બ્રિજના પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે, ગુજરાત સરકાર દ્વારા કુલ ₹૧૫
કરોડના વિકાસકાર્યોને મંજૂરી આપવામાં આવી છે. જેમાં લિલીયા-પૂંજાપાદર બ્રિજ
અને સી.સી. રોડ: ₹૧૨ કરોડના ખર્ચે લિલીયા અને પુંજાપાદર ગામને જોડતો એક
અત્યાધુનિક બ્રિજ બનાવવામાં આવશે. આ ઉપરાંત, બજાર વિસ્તારમાં પણ રોડનું
નિર્માણ કરવામાં આવશે, જે અવરજવરને વધુ સુગમ બનાવશે.₹૩ કરોડના ખર્ચે
લિલીયા-પુંજાપાદર-ભેંસવડી અને પુંજાપાદર-આંબા જંકશન પર ટ્રાઈએંગલ બ્રિજનું

નિર્માણ થશે.જેમા બોક્સ કલ્વટ અને માઈનોર બ્રીજ બનશે .આ બ્રિજ ટ્રાફિકની
સમસ્યા હલ કરશે અને પ્રવાસને વધુ સરળ અને સુરક્ષિત બનાવશે. આ
વિકાસકાર્યોથી સ્થાનિક લોકોના જીવનધોરણમાં સુધારો થશે અને આર્થિક
ગતિવિધિઓને પણ વેગ મળશે. લિલીયા અને પૂંજાપાદરના વિકાસ માટે આ ₹૧૫
કરોડની ફાળવણી બદલ માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રપટેલ સાહેબનો
સાવરકુંડલા – લીલીયા વિધાનસભાના ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલાએ આભાર
માન્યો હતો તેમ સત્વ અટલધારા કાર્યાલયના ઇન્ચાર્જ જે.પી. હીરપરાએ અખબારી
યાદીમાં જણાવ્યું છે.

Related Posts