અમરેલી

સાવરકુંડલા માટે ઐતિહાસિક ગૌરવની ભેટ સાથે મળી સ્માર્ટ GIDCની ભેટ, સાવરકુંડલાને ઔદ્યોગિક નગર બનાવવાના સંકલ્પને સાકાર કરવા બદલ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, તથા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનો આભાર માનતા કસવાલા

સાવરકુંડલા… વિશ્વભરમાં કાંટા ક્ષેત્રે સાવરકુંડલા નું નામ મોખરે છે કાંટા થી આગવી
ઓળખ ઊભી કરનારા સાવરકુંડલાને વર્ષોથી જી.આઇ.ડી.સી.નું સ્વપ્ન સાકાર થયું છે
રાજકોટ ખાતે યોજાયેલી રિજિયોનલ વાઈબ્રન્ટ સમિટમાં માનનીય પ્રધાનમંત્રીશ્રી
નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા રાજ્યના નવા 7 જિલ્લાઓ માટે સ્માર્ટ GIDCની જાહેરાત
કરવામાં આવી હતી. આ જાહેરાત અંતર્ગત અમરેલી જિલ્લાના સાવરકુંડલાને નવી સ્માર્ટ
GIDC મળતા સમગ્ર વિસ્તારના વિકાસને નવી ગતિ સાથે સાવરકુંડલા શહેરને વિકાસની
નવી ભેટ મળી હતી નવું સ્માર્ટ GIDC પ્રોજેક્ટ સાવરકુંડલા તાલુકાના બોઘરિયાણી (ધજડી)
ખાતે 41 હેક્ટર જમીન પર વિકસાવવામાં આવશે આ પ્રોજેક્ટથી ઔદ્યોગિક રોકાણમાં
વધારો થશે, સ્થાનિક યુવાનોને રોજગાર મળશે તેમજ સાવરકુંડલાનો સર્વાંગી વિકાસ
સુનિશ્ચિત થશે તેવું સ્વપ્ન ટૂંકા દિવસોમાં સાકાર થઈ જશે સાથે સાથે સ્માર્ટ GIDCના
બનવાથી સ્થાનિક યુવાનોને રોજગારી માટે બહાર નહીં જવું પડે અને રોજગારીની તકો
મળશે અને ઔદ્યોગિક રોકાણમાં વધારો થશે, વેપાર અને વ્યવસાયને નવી ગતિ મળશે,
ટ્રાન્સપોર્ટ, હોટલ, લોજિંગ, સર્વિસ સેક્ટરનો વિકાસ થશે તો સાવરકુંડલા ઔદ્યોગિક નગર
તરીકે આગામી દિવસોમાં નવી ઓળખ સાથે સ્થાપિત થશે આ પ્રોજેક્ટથી ગ્રામ્ય અને
શહેરી વિકાસ વચ્ચેનું અંતર ઘટશે અને વિસ્તારનો સર્વાંગી વિકાસ થશે સાવરકુંડલાને સ્માર્ટ
GIDC મળતા ઉદ્યોગક્ષેત્રે એક નવી ક્રાંતિ આવશે અને સમગ્ર અમરેલી જિલ્લાનું ઔદ્યોગિક
નકશો બદલાશે તેવા વિચારો સાથે જ ચૂંટણીમાં આપેલા વચનો પાળી બતાવવામાં પાવરધા

ધારાસભ્ય મહેશ કસવાળાએ સરકાર સમક્ષ કરેલી રજૂઆતોના ફળ સ્વરૂપે પ્રધાનમંત્રીશ્રી
નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે સાવરકુંડલાને જી.આઇ.ડી.સી.નું ફળ મળ્યું હતું ઔદ્યોગિક
નગર બનાવવાના સંકલ્પની સાથે કામ કરતા ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલાએ માનનીય
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલજી તથા
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનો આભાર વ્યક્ત કર્યો હતો અને પ્રજાના ચૂંટાયેલા
જન પ્રતિનિધિ તરીકેની આગવી ઓળખ સાવરકુંડલા લીલીયા વિધાનસભા માટે અલગ જ
ઊભી કરીને નામના નહિ પણ કામના કસવાળા કહેવાયા હોવાનું વેપારીઓ હર્ષભેર કહી
રહ્યા છે.

હર્ષભાઈ સંઘવીનો આભાર માનતા : શ્રી કસવાલા

Related Posts