અમરેલી

ઢસા માં કટારીયા પરિવાર દ્વારા વિનામૂલ્યે છાસ વિતરણ કેન્દ્રનો પ્રારંભ 

ગઢડા સ્વામી ના તાલુકા ના ઢસા માં વિનામૂલ્યે છાસ વિતરણ કેન્દ્રનો પ્રારંભ 

ગઢડા તાલુકા ના ઢસા જંક્શન ખાતે કટારીયા પરિવાર દ્વારા શ્રી કાળુભાઇ કટારીયા ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ વિનામૂલ્યે છાસ વિતરણ કેન્દ્ર નો આજ થી શુભારંભ કરવામાં આવ્યો છે. ઢસા ના અંદાજે ૪૦૦ થી ૫૦૦ પરિવારો લાભ લઈ રહ્યા છે. ઢસા ખાતે છેલ્લા ૨૭ વર્ષથી ઉનાળા દરમ્યાન કટારીયા પરિવાર દ્વારા છાસ કેન્દ્ર ખોલવામાં આવે છે. છાસ કેન્દ્ર નું ઉદઘાટન શ્રી વલ્લભભાઈ કટારીયા ના હસ્તે કરવામાં આવ્યું છે.તેમ અગ્રણી હિંમતભાઈ કટારીયા ની યાદી માં જણાવ્યું હતું

Related Posts