*ધારાસભ્ય કૌશિક વેકરિયાના સતત પ્રયાસોના પરિણામે ગ્રામ્ય માર્ગોનું થશે નવીનીકરણ.*
*ગ્રામ્ય માર્ગોના નવીનીકરણના કામો મંજૂર કરવા માટે મુખ્યમંત્રીનો આભાર માનતા કૌશિક વેકરિયા*
અમરેલી જિલ્લાના જાગૃત અને ઉત્સાહી ધારાસભ્ય તથા ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરીયા પોતાના મતવિસ્તારના કામો માટે રાત દિવસ પ્રયત્નશીલ રહેતા હોવાની પ્રતીતિ પુનઃ એક વાર થઈ રહી છે. અમરેલી તાલુકાના કુલ દસ ગામો અને કુંકાવાવ તાલુકાના બે ગામો મળી કુલ બાર ગામોના 46 કિલોમીટર જેટલા ગ્રામ્ય માર્ગોનું રીસર્ફેસિંગ કરવાની જરૂરિયાત હોવાથી રાજ્યના મુખ્યમંત્રીશ્રીને ધારાસભ્ય દ્વારા ભલામણ કરવામાં આવેલ. જે અન્વયે રાજ્ય સરકાર દ્વારા નાના આંકડિયા સાંગાડેરી રોડ, જીથુડી રાંઢીયા રોડ, વરસડા નાનામાચિયાળા રોડ, વરસડા કેરિયા નાગસ રોડ, જાળીયા એપ્રોચ રોડ, સરંભડા શીલાણા રોડ, દેવરાજીયા તરકતળાવ રોડ, જાળીયા કમીગઢ રોડ, ચાડિયા મેડી રોડ, ચક્કરગઢ એપ્રોચ રોડ, દેવગામ માયાપાદર રોડ, અને બાંટવા દેવળી બરવાળા બાવળ રોડ જેવા કુલ 12 જેટલા ગામોના અંદાજે 46 કિલોમીટરના ગ્રામ્ય માર્ગોના નવીનીકરણનું કામ કુલ રૂપિયા 35 કરોડ 55 લાખના ખર્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા મંજૂર કરવામાં આવેલ છે. આ કામો મંજૂર થવાથી પ્રજાની સુખાકારીમાં વધારો થનાર હોય, ધારાસભ્ય કૌશિક વેકરિયાએ રાજ્યના મુખ્યમંત્રીનો આભાર માનેલ છે. આગામી દિવસોમાં આ કામો અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે.


















Recent Comments