અમરેલી

દેશના આર્થિક વિકાસને બુસ્ટર ડોઝ આપતા જી.એસ.ટી. રીફોર્મના ભારત સરકારના ઐતિહાસિક નિર્ણયને આવકારતા કૌશિક વેકરિયા

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને ઐતિહાસિક અને પ્રજાલક્ષી નિર્ણય લેવા માટે આવકાર સાથે અભિનંદન પાઠવતા કૌશિક વેકરિયા.*

* આ ઐતિહાસિક નિર્ણયથી દેશની અર્થવ્યવસ્થાને નવી ઊંચાઈ મળશે અને સામાન્ય જનને આર્થિક બોજમાંથી ખૂબ મોટી રાહત મળશે.*

ગત 15મી ઓગસ્ટના રોજ લાલકિલ્લા પરથી પોતાના રાષ્ટ્રજોગ સંબોધન સમયે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જાહેરાત કરી હતી કે, આગામી દિવસોમાં દેશની પ્રજાને જી.એસ.ટી. દરોમાં ફેરફાર કરીને સરકાર દ્વારા નવરાત્રી અને દિવાળીની મોટી ભેટ આપવામાં આવશે. જેનાથી દેશની સામાન્ય જનતાને ખૂબ મોટો આર્થિક ફાયદો થશે.
આ જાહેરાત અંતર્ગત ભારત સરકારના નાણામંત્રાલય દ્વારા પ્રજાહિતમાં ઉચિત નિર્ણય લેવામાં આવેલ છે. આ નિર્ણય અંતર્ગત નાણામંત્રીએ કરેલ જાહેરાત મુજબ જી.એસ.ટી. દરોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. જે મુજબ હવેથી જી.એસ.ટી.ના 5% અને 18% ના માત્ર બે જ સ્લેબ રહેશે. 12% અને 28%ના સ્લેબ નાબૂત થશે. પ્રીમિયમ વસ્તુઓ અને તમાકુ જેવી ચીજો પર 40% નો એક સ્પેશિયલ સ્લેબ રહેશે. સામાન્ય જનતા માટે હેલ્થ અને લાઇફ ઇન્શ્યોરન્સ સહિતની અનેક ચીજો પર જીએસટી દરો શૂન્ય કરી નાખવામાં આવ્યા છે. જીવન જરૂરી અનેક વસ્તુઓને 5% ના દાયરામાં આવરી લેવામાં આવી છે. કૃષિ ઉત્પાદનો અને સાધનો પરનો ટેક્સ પણ ઘટાડી દેવામાં આવ્યો છે. જેનાથી દેશના કરોડો લોકોને મોટી આર્થિક રાહત મળતા સામાન્ય જનતામાં ખુશીનો માહોલ પેદા થયો છે. આગામી 22 સપ્ટેમ્બર એટલે કે નવરાત્રિથી લાગુ થનાર આ નવા દરો ભારતીય અર્થતંત્ર માટે બુસ્ટર ડોઝ સાબિત થવાથી અર્થતંત્ર અને ઉદ્યોગોના વિકાસને પણ બળ મળશે એમ નાયબ દંડક અને ધારાસભ્ય કૌશિક વેકરિયાએ જણાવી સરકારના આ નિર્ણય માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર માની વિશેષ અભિનંદન પાઠવેલ છે.

Related Posts