અમરેલી

ભગવાન શ્રી પરશુરામજી પ્રારંભીત કાવડ યાત્રા યોજાય શહેર માં ૧૨ જ્યોતિલીગ ની પ્રતિકૃતિ રૂપ શિવાલયો માં જળાભિષેક

દામનગર શહેર માં સમસ્ત બ્રહ્મ સમાજ આયોજિત સૌ પ્રથમ  કાવડ યાત્રા યોજાય પૌરાણિક કાળ થી ભગવાન શ્રી પરશુરામજી દ્વારા પ્રારંભયેલ કાવડ યાત્રા શહેરભર માં બિરાજતા ૧૨ જ્યોતિલીગ ની પ્રતિકૃતિ સમાં શિવાલયો માં બ્રહ્મકુમારો દ્વારા જળાભિષેક સ્વયંભૂ પ્રાગટય શ્રી કુંભનાથ મહાદેવ મંદિર થી પવિત્ર જળ સાથે પ્રસ્થાન કાવડ યાત્રા શહેર ના મુખ્ય       રાજમાર્ગો ઉપર હરહર મહાદેવ ના ગગન ભેદી નાદ સાથે પ્રારંભ ૧. શ્રી કુંભનાથ મહાદેવ ૨. નૂરસિંહજી મંદિર પરિસર માં બિરાજતા પીપળેશ્વર મહાદેવ ૩. લુહાર શેરી બિરાજતા શ્રી રખેશ્વર મહાદેવ ૪.ગંધિયા શેરી માં શ્રી નંદીકેશ્વર મહાદેવ ૫.કે કે નારોલા પ્રાથમિક શાળા પરિસર શ્રી નીલકંઠ મહાદેવ ૬.બ્રહ્મસમાજ વાડી સુમન ભવન શ્રી પંચનાથ મહાદેવ ૭.બુધેલીયા ની વાડી માં શ્રી બુધેશ્વર મહાદેવ ૮. ભગીરથ સોસાયટી માં શ્રી ભગીરથ મહાદેવ  ૯.સત્યનારાયણ આશ્રમ માં બિરાજતા સત્યનારેશ્વર મહાદેવ ૧૦ SBI પાસે શ્રી નાનેશ્વર મહાદેવ ૧૧ ભુરખિયા રોડ ઉપર સુખનાથ મહાદેવ ૧૨ શ્રી વેજનાથ મહાદેવ કાવડ યાત્રા જળાભિષેક કરી વિસર્જન કરાય હતી વૈદિક મંત્રોચ્ચાર ની ધ્વનિ સાથે શહેર ભર માં બિરાજતા ભગવાન શિવજી નો બ્રહ્મ કુમારો દ્વારા જળાભિષેક કરાયો હતો સવાર ના શ્રી કુંભનાથ મહાદેવ ના સાનિધ્ય માથી પ્રારંભ થયેલ કાવડ યાત્રા બપોર ના ૧૨ કલાકે ૧૨ જ્યોતિલીગ ના જળાભિષેક સાથે શ્રી વેજનાથ મહાદેવ ના સાનિધ્ય માં વિસર્જન કરાય હતી

Related Posts