તેલંગાણામાં વિકાસની ગેરંટી સાથે કોંગ્રેસની સરકાર બનવા જઈ રહી છે. તેલંગાણાના મુલુગુમાં કોંગ્રેસની એક જાહેરસભાને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ કેસીઆર અને બીઆરએસ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ જાહેરસભામાં કહ્યું કે તેલંગાણાની સરકાર, તેલંગાણાના લોકોની આકાંક્ષાઓ અનુસાર નથી. તેમણે કહ્યું કે આ વખતે ચૂંટણી અમીરોના તેલંગાણા અને ગરીબના તેલંગાણા વચ્ચે થવાની છે.
કોંગ્રેસે જે કહ્યું છે તે પ્રમાણે કામ કર્યું છે, પરંતુ અહીં તેલંગાણામાં તો ઉલટું શાસન ચાલી રહ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે રાજકીય પક્ષો એવા ર્નિણયો લેતા નથી જેનાથી તેમને નુકસાન થાય, પરંતુ સરકારે તો તેલંગાણાને લઈને વિચાર્યા વગર જ ર્નિણયો લીધા છે. રાહુલે યાદ અપાવ્યું કે કોંગ્રેસે લોકોની આકાંક્ષાઓને માન આપીને તેલંગાણા રાજ્ય આપ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું કે ધરણી પોર્ટલમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો છે. દોષી હજુ પણ બહાર છે. કોંગ્રેસની સરકાર આવતા તેને રદ કરશે. ત્રણ એકર જમીન પણ આપવામાં આવી નથી. બીઆરએસ સરકાર લોકોના હિસાબે શાસન કરી રહી નથી.. આ પ્રસંગે રાહુલ ગાંધીએ ફરી એકવાર કોંગ્રેસની છ ગેરંટીની વાત કરી. તેમણે વચન આપ્યું હતું કે જાે તેઓ સત્તામાં આવશે તો છ બાંયધરીનો અમલ કરશે.
તેમણે જાહેરાત કરી હતી કે જ્યારે કોંગ્રેસ સત્તામાં આવશે ત્યારે તેઓ નોકરીઓ આપશે અને ખેડૂતોની લોન માફ કરશે. તેમણે કહ્યું કે કોંગ્રેસે તમામ સમુદાયોને સમર્થન આપવા માટે છ ગેરંટીની જાહેરાત કરી છે. આ પ્રસંગે પ્રિયંકા ગાંધીએ કહ્યું કે તેલંગાણાની ધરતી ન્યાયી અને બહાદુર લોકોની ભૂમિ છે, અહીંના યોદ્ધાઓએ તમારા માટે એક મોટું સપનું જાેયું હતું, જે વિકાસ, રોજગાર અને સામાજિક ન્યાય સાથે સંબંધિત હતું. તમે આ સ્વપ્ન સાથે મ્ઇજી પર વિશ્વાસ કર્યો. તમે માનતા હતા કે અહીં તમને રોજગાર, મજબૂત ભવિષ્ય અને સામાજિક સમાનતા મળશે, જે તમારા વિકાસને સક્ષમ બનાવશે. પરંતુ આ સરકારે તેમ કર્યું નથી. મ્ઇજી સત્તામાં આવીને તમારી આશા પૂરી કરવામાં નિષ્ફળ રહી છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, અમે અલગ તેલંગાણા રાજ્યનું સપનું પૂરું કર્યું છે. પરંતુ તેલંગાણાની વર્તમાન સરકાર સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે.


















Recent Comments