KGF૨ હવે દક્ષિણ કોરિયામાં પણ રિલીઝ થવા જઈ રહી છે
હોલિવૂડ ફિલ્મ ડોક્ટર સ્ટ્રેન્જની રિલીઝ બાદ એવું કહેવામાં આવી રહ્યું હતું કે કે.જી.એફ ભાગ ૨ની કમાણી ઘટશે પરંતુ તેની ફિલ્મ પર ખાસ અસર થઈ નથી. ફિલ્મે રવિવારે પણ જબરદસ્ત કમાણી કરી હતી. તે ૨૦૨૨ની સૌથી મોટી બ્લોકબસ્ટર ફિલ્મ બનવા જઈ રહી છે. કે.જી.એફ ભાગ ૨ માં યશ લીડ રોલમાં છે. ફિલ્મ પહેલા પ્રકરણથી આગળની વાર્તા બતાવે છે. આ ફિલ્મમાં પ્રકાશ રાજ, માલવિકા અવિનાશ અને જાેનક કોક્કેન અને સરન પણ છે. દક્ષિણ ભારતીય ફિલ્મ કે.જી.એફ ભાગ ૨ એ સિનેમાઘરોમાં ખળભળાટ મચાવી દીધો છે. અભિનેતા યશને જાેવા માટે મોટી સંખ્યામાં લોકો સિનેમા હોલમાં પહોંચી રહ્યા છે. આ ફિલ્મે રિલીઝના ૨૫ દિવસ પૂરા કર્યા છે અને તે દેશની ત્રીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે.
\
આ ફિલ્મે દંગલ, આર.આર.આર જેવી ફિલ્મોના રેકોર્ડ પાછળ છોડી દીધા છે. આ સિવાય જર્સી, રનવે ૩૪, હીરોપંતી-૨ જેવી ફિલ્મો પણ પાછળ રહી ગઈ છે. આ ફિલ્મે જે રીતે જબરદસ્ત સફળતા હાંસલ કરી છે તેનાથી આ ફિલ્મ ૨૦૨૨માં દેશની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. પરંતુ વાર્તા અહીં પુરી નથી થતી, હવે આ ફિલ્મ કમાણી સાથે વધુ એક મોટો રેકોર્ડ બનાવવા જઈ રહી છે. કે.જી.એફ ભાગ ૨ દક્ષિણ કોરિયામાં રિલીઝ થનારી પ્રથમ કન્નડ ફિલ્મ બનવા જઈ રહી છે. એટલું જ નહીં, આ પહેલી ભારતીય ફિલ્મ છે જે દક્ષિણ કોરિયામાં કોરોના પીરિયડ પછી રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં યશ ઉપરાંત સંજય દત્ત, રવિના ટંડન પણ મહત્વના રોલમાં છે. આ ફિલ્મ કન્નડ સાથે હિન્દી વર્ઝનમાં પણ રિલીઝ થશે. વિદેશમાં રહેતા યશના ચાહકો માટે આ એક મોટા સમાચાર છે. આ ફિલ્મ દક્ષિણ કોરિયાની રાજધાની સિયોલમાં રિલીઝ કરવામાં આવી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ફિલ્મની કમાણી તો અત્યાર સુધીમાં તેણે ૧૧૨૯.૩૮ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. અગાઉ ઇઇઇ એ ૧૧૨૭.૬૫ કરોડ રૂપિયાની કમાણી કરી હતી, પરંતુ દ્ભય્હ્લ-૨ એ ઇઇઇની કમાણીને પણ પાછળ છોડી દીધી છે. ફિલ્મ એનાલિસ્ટ તરણ આદર્શે ફિલ્મની કમાણીના આંકડા શેર કર્યા છે. તેણે કહ્યું કે સ્ક્રીન ઓછી હોવા છતાં પણ ફિલ્મે જબરદસ્ત સફળતા મેળવી છે.
Recent Comments