અમરેલી

ધારીના આંબરડી- ભરડ જવા માટેના ૧૩ કરોડના બ્રીજનું ખાત મુહૂર્ત

ધારી તાલુકાના આંબરડી થી ભરડ ગામને જોડતો અને વર્ષો જુનો ખેડૂતોનો પ્રશ્ન હલ કરાવતા *ધારાસભ્યશ્રી જે.વી.કાકડિયા* ના પ્રયાસોથી મંજૂર થયેલ શેત્રુંજી નદી ઉપર બ્રીજનું કામ અંદાજીત રકમ *રૂ.૧૩ કરોડ* ના ખર્ચે આપણા વિસ્તાર ના *ધારાસભ્યશ્રી જે.વી.ભાઈ કાકડિયા* દ્વારા  ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
     આ તકે દાનેવધામ જગ્યાના લઘુમહંત મહાવિરબાપુ, તાલુકા ભાજપ પ્રમુખ મૃગેશભાઈ કોટડીયા, તાલુકા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઈ હીરપરા, જિલ્લા પંચાયત સદસ્ય ખોડાભાઈ ભુવા, જિલ્લા પંચાયત પૂર્વ સદસ્ય ભુપતભાઈ વાળા, તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ જીતુભાઈ જોશી, મહામંત્રી મુકેશભાઈ રૂપારેલિયા, તાલુકા ભાજપ ઉપપ્રમુખ ઉમેશભાઈ ધાધલ, આંબરડી ભરડના સરપંચ પ્રતિનિધિ ચંદ્રેશભાઈ મધુભાઈ બોરીચા, ઉપસરપંચ શામજીભાઈ ખાણીયા, યુવા આગેવાન અશ્વિનભાઈ બાંભણિયા તેમજ ગામના આગેવાનો/કાર્યકર્તાઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.

Related Posts