રમતગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર તથા સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત
ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા રમતગમત અધિકારી અને જિલ્લા રમત વિકાસ અધિકારી ભાવનગર દ્વારા
સંચાલિત ખેલ મહાકુંભ ૩.૦ ૨૦૨૪-૨૫ રાજ્યકક્ષા રસ્સાખેંચ (બહેનો) અં.૧૭,ઓપન એઈજ-ગ્રુપ, અબવ ૪૦ અને
અબવ ૬૦ બહેનોની સ્પર્ધાનું સરદાર પટેલ રમત સંકુલ,જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર,સીદસર રોડ, ભાવનગર ખાતે
તા.૨૯-૦૩-૨૦૨૫ થી ૦૪-૦૪-૨૦૨૫ દરમ્યાન આયોજન હાથ ધરવામાં આવેલ હતું. આ સ્પર્ધામાં ગુજરાતનાં
સૌરાષ્ટ્ર ઝોન, મધ્યઝોન, દક્ષિણઝોન અને ઉત્તરઝોન માંથી વિજેતા અને રનર્સઅપ ટીમો હાજર રહી હતી. આ
સ્પર્ધામાં ખેલાડી બહેનો અને કોચ મેનેજર તેમજ ઓફિસિયલ,વ્યવસ્થાપક બહોળી સંખ્યામાં હાજર રહેલ હતા.
સ્પર્ધાઓમાં ૬૦ વર્ષ થી ઉપરના બહેનોની સ્પર્ધામાં પ્રથમ ક્રમે પાટણ, દ્વિતીય મહેસાણા , તૃતીય આણંદ
અને ચતુર્થ ક્રમે વડોદરા ગ્રામ્ય જિલ્લાની ટીમ વિજેતા બની હતી.
૪૦ વર્ષ થી ઉપરના બહેનો ની સ્પર્ધા માં પ્રથમ ક્રમે તાપી , દ્વિતીય પાટણ , તૃતીય મહેસાણા અને ચતુર્થ
ક્રમે કચ્છ જિલ્લાની ટીમ વિજેતા બની હતી.ઓપન વય જુથ બહેનોની સ્પર્ધા માં પ્રથમ ક્રમે ગીર સોમનાથ , દ્વિતીય પાટણ , તૃતીય કચ્છ-ભુજ અને
ચતુર્થ ક્રમે વલસાડ જિલ્લાની ટીમ વિજેતા બની હતી.અંડર ૧૭ વય જુથ બહેનોની સ્પર્ધામાં પ્રથમ ક્રમે પાટણ , દ્વિતીય ગીર સોમનાથ , તૃતીય કચ્છ અને ચતુર્થ ક્રમે આણંદ જિલ્લાની ટીમ વિજેતા બની હતી.
જેમાં મેડલ વિતરણ કાર્યક્રમમાં રમત વીરાંગનાઓને પ્રોત્સાહિત કરવા માટે મહિલા આગેવાન શ્રીમતી
ધર્મિષ્ઠાબેન નીરવભાઈ દવે, અતિથી વિશેષ શ્રી વી.એમ.જાળેલા- પૂર્વ પ્રમુખશ્રી ભાવનગર ગ્રામ્ય વ્યાયામ શિક્ષક
સંઘ તેમજ પ્રમુખશ્રી રાજુભાઈ પટેલ- ગુજરાત રાજ્ય રસ્સાખેંચ એસોસીએશન તેમજ તુષાર ભાઈ જોશી અને જિલ્લા
રમત વિકાસ અધિકારીશ્રી સુનીલભાઈ ચૌધરી વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન
જિલ્લા રમત ગમત અધિકારી નરેશભાઈ ગોહિલના માર્ગદર્શન અંતર્ગત ભાવેશભાઈ ભટ્ટ અને કચેરીનાં સ્ટાફ દ્વારા
કરવામાં આવેલ હતું.
Recent Comments