આ અવસરે સારહિ યુથ ક્લબ ઓફ અમરેલીના પ્રમુખશ્રી મુકેશભાઈ સંઘાણી દ્વારા સંસ્થા દ્વારા ચાલતી
સેવાકીય પ્રવૃત્તિઓ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. જેમાં તપોવન આશ્રમ, સંસ્થા દ્વારા
સ્થાપિત લેબોરેટરી, વિનામૂલ્યે ઉપલબ્ધ મેડિકલ સાધનો તથા વિવિધ સામાજિક અને આરોગ્યલક્ષી
પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.
મહેમાનોએ આશ્રમમાં નિવાસ કરતા રહેવાસી વૃદ્ધો (તપસ્વીઓ) ને રૂબરૂ મળી તેમના અનુભવો જાણ્યા તથા
આશ્રમની મુલાકાત લીધી. સંસ્થાની સેવાભાવી કામગીરી અને પ્રગતિ અંગે સંતોષ વ્યક્ત કરતાં, સારહિ તપોવન
આશ્રમના સ્વપ્નદ્રષ્ટા તથા પ્રમુખશ્રી મુકેશભાઈ સંઘાણી અને સમગ્ર સારહિ પરિવારને હૃદયપૂર્વક શુભકામનાઓ
પાઠવી હતી.
આ પ્રસંગે સારહિ યુથ ક્લબ ઓફ અમરેલીના પ્રમુખશ્રી મુકેશભાઈ સંઘાણી, ખજાનચીશ્રી સુરેશભાઈ શેખવા,
શ્રી ચંદુભાઈ રામાણી સહિત સંસ્થાના અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સારહિ પરિવાર તરફથી ઉપસ્થિત તમામ મહાનુભાવોને તથા પદાધિકારીઓને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં
આવ્યો હતો.
ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રીમતી જેનીબેન ઠુંમર, અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રતાપભાઈ દુધાત તથા અમરેલી જિલ્લા પરિવર્તન ટ્રસ્ટના પ્રમુખ શરદભાઈ ધાનાણી એ તા.02 ફેબ્રુઆરીના રોજ સારહિ યુથ ક્લબ ઓફ અમરેલી સંચાલિત સારહિ તપોવન આશ્રમ ની શુભેચ્છા મુલાકાત લીધી


















Recent Comments