fbpx
ગુજરાત

ખ્યાતિ હોસ્પિટલકાંડ : અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલકાંડમાં ક્રાઈમબ્રાંચ, SIT અને ITની ટીમે સંયુક્ત તપાસ હાથ ધરી

વધુ તપાસ અને ખુલાસાઓ માટે હોસ્પિટલમાંથી ૨૦ પોટલા ભરીને સાહિત્ય કબજે કરવામાં આવ્યું હોસ્પિટલમાં માત્ર સરકારી યોજનાના રૂપિયા માટે ઓપરેશન કરાતા હતા અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલકાંડમાં ક્રાઈમબ્રાંચ, જીૈં્‌ અને ૈં્‌ની ટીમે સંયુક્ત તપાસ હાથ ધરી છે. વધુ તપાસ અને ખુલાસાઓ માટે હોસ્પિટલમાંથી ૨૦ પોટલા ભરીને સાહિત્ય કબજે કરવામાં આવ્યું છે. ડિરેક્ટર્સ મિનિટ્‌સ બુક સહિત ૩ હજાર ૮૦૦ સર્જરી અને દર્દીઓના ડેટા પણ જપ્ત કરવામાં આવ્યા છે.તપાસ અધિકારીઓએ આરોપી ડોક્ટર સંજય પટોલીયાને સાથે રાખીને હોસ્પિટલમાં સર્ચ કર્યું હતું. તપાસ દરમિયાન ખ્યાતિ હોસ્પિટલના સીએને પણ સાથે રાખવામાં આવ્યા હતા.

અત્રે જણાવીએ કે, ખ્યાતિ હોસ્પિટલ કાંડ મુદ્દે ક્રાઇમબ્રાન્ચએ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. હોસ્પિટલમાં ૩ વર્ષમાં કુલ ૧૧૨ દર્દીઓના મોત થયા હતા. તેમજ હોસ્પિટલમાં ઁસ્ત્નછરૂ હેઠળ ૮ હજાર ૫૩૪ દર્દીઓ સારવાર લીધી હતી. હોસ્પિટલમાં માત્ર સરકારી યોજનાના રૂપિયા માટે ઓપરેશન કરાતા હતા. સરકારી યોજનાના રૂપિયાની આવક છતા ખ્યાતિ હોસ્પિટલ ખોટ બતાવતી હતી. હોસ્પટિલે નાણાંકીય ભંડોળમાં ૧.૫૦ કરોડની ખોટ બતાવી હતી. ક્રાઈમ બ્રાંચે જણાવ્યું કે આર્થિક નાણાકીયની હેરફેરને લઈને તપાસ કરવામાં આવી છે. ઁસ્ત્નછરૂ યોજનામાં ટેન્ડર કંપની બજાજ એરલાઇન્સે તપાસ શરૂ કરી છે. તેમજ અન્ય આરોપીઓ સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરાઇ છે.

આરોપી ડો સંજય પટોળીયા અમદાવાદ બેરિયાટ્રિકસ હોસ્પિટલના સ્થાપક છે. ૨૦૨૧માં નવા ભાગીદાર કાર્તિક પટેલ, પ્રદીપ કોઠારી અને ચિરાગ રાજપૂતને સામેલ કરીને ખ્યાતિ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ શરૂ કરી હતી. દર્દીઓના મેડિકલ સારવારના તમામ ર્નિણય સંજય પટોલિયા લેતો હતો. આરોપી ઉદયપુર, અજમેર અને દિલ્હીમાં મુસાફરી કરીને નાસતો ફરતો હતો. નિવેદનના આધારે અન્ય ૫ હોસ્પિટલને પણ ક્રાઈમ બ્રાંચે સમન્સ પાઠવ્યું હતું.ગરીબ લોકોને મફત સારવારની સેવાને કમાણીનું સાધન બનાવવા માટે દર્દીઓને મોત આપતા તબીબોના કૌભાંડનો ખુલાસો થયો છે. ત્યારે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના તબીબોની કરતૂતો સામે આવ્યા બાદ સમગ્ર રાજ્યમાંથી રાક્ષસ તબીબો પર ફિટકાર વરસી રહ્યો છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના તબબોએ કડીના ૧૯ દર્દીઓની એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટિ કરી નાખ્યા બાદ ૨ દર્દીના મોત થયા હતા. ઁસ્-ત્નછરૂ યોજના કાર્ડ હેઠળ મસમોટી ફાઇલ પાસ કરવા ખોટા ઓપરેશન કરી નાખી રાક્ષસ તબીબો તો ગાયબ થઇ ગયા પરંતુ હોસ્પિટલના ડાયરેક્ટર્સ પણ ગાયબ થઇ ગયા હતા બાદમાં હવે પોલીસે આરોપીઓને દબોચ્યા છે.

Follow Me:

Related Posts