રાષ્ટ્રીય

કિરુ હાઇડ્રોપાવર ભ્રષ્ટાચાર કેસ : સીબીઆઈએ જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિક, અન્ય ૫ લોકો સામે ચાર્જશીટ દાખલ કરી

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) એ કીરુ હાઇડ્રોપાવર પ્રોજેક્ટ કેસના સંદર્ભમાં જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિક અને અન્ય પાંચ લોકો સામે ચાર્જશીટ દાખલ કરી છે, જેમાં રૂ. ૨,૨૦૦ કરોડના સિવિલ વર્ક્સના ફાળવણીમાં કથિત ભ્રષ્ટાચારનો સમાવેશ થાય છે. ત્રણ વર્ષની તપાસ બાદ, એજન્સીએ ખાસ કોર્ટ સમક્ષ તેના તારણો રજૂ કર્યા છે, જેમાં મલિક અને અન્ય પાંચ લોકોને આરોપી તરીકે નામ આપવામાં આવ્યા છે.
જાેકે, મલિકે ઠ પર એક સંદેશમાં જણાવ્યું હતું કે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેઓ કોઈની સાથે વાત કરવાની સ્થિતિમાં નથી. તેમણે ઉમેર્યું હતું કે તેમને ઘણા શુભેચ્છકોના ફોન આવી રહ્યા હતા, જેનો તેઓ જવાબ આપી શક્યા નહીં.
સીબીઆઈએ ગયા વર્ષે ફેબ્રુઆરીમાં આ કેસના સંદર્ભમાં મલિક અને અન્ય લોકોના પરિસરમાં દરોડા પાડ્યા હતા.
૨૦૨૨માં એફઆઈઆર નોંધાયા બાદ સીબીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ કેસ ૨૦૧૯માં એક ખાનગી કંપનીને કિરુ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર (ૐઈઁ) પ્રોજેક્ટના લગભગ ૨,૨૦૦ કરોડ રૂપિયાના સિવિલ વર્ક્સના કોન્ટ્રાક્ટ આપવામાં કથિત ગેરરીતિઓ સાથે સંબંધિત છે.
૨૩ ઓગસ્ટ, ૨૦૧૮ થી ૩૦ ઓક્ટોબર, ૨૦૧૯ સુધી જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ રહેલા મલિકે દાવો કર્યો હતો કે તેમને બે ફાઇલો ક્લિયર કરવા માટે ૩૦૦ કરોડ રૂપિયાની લાંચની ઓફર કરવામાં આવી હતી, જેમાં પ્રોજેક્ટ સંબંધિત એક ફાઇલનો પણ સમાવેશ થાય છે.
ગયા વર્ષે એજન્સી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધર્યા બાદ તેમણે તેમના વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપોને નકારી કાઢ્યા હતા.
મલિકે કહ્યું હતું કે, સીબીઆઈ દ્વારા તેમના નિવાસસ્થાને દરોડા પાડવામાં આવ્યા હતા, તેના બદલે તેમણે જે લોકોની ફરિયાદ કરી હતી અને જે ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા હતા તેમની તપાસ કરવામાં આવી હતી.

Related Posts