અમરેલી આત્મા પ્રોજેક્ટ દ્વારા લીલીયા તાલુકાના પીપળવા ગામે પ્રાકૃતિક કૃષિ સંદર્ભે કિસાન ગોષ્ઠિ યોજાઈ હતી.
આ કિસાન ગોષ્ઠિમાં લીલીયા તાલુકાનામાં પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ સાથે જોડાઈને પ્રાકૃતિક કૃષિ માટે ખેડૂતોને પ્રેરિત કરવાનું કામ કરતા કૃષિ સખી અને કોમ્યુનિટી રિસોર્સ પર્સન – CRPને પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ આપવામાં આવી તથા પીપળવા ગામે પ્રાકૃતિક ખેતી કરતા નિકુંજભાઈ ભેડાના પ્રાકૃતિક કૃષિના મોડલ ફાર્મ પર પ્રત્યક્ષ નિદર્શન કરાવવામાં આવ્યું હતું. ઉપરાંત જીવામૃત અને ઘન જીવામૃત બનાવવાની પદ્ધતિની પણ સ્થળ ઉપર જાણકારી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં આત્મા પ્રોજેક્ટ અમરેલીના પ્રોજેક્ટ ડાયરેક્ટર મહેશભાઈ ઝીડ, ડેપ્યૂટી પ્રોજેક્ટ ડાયરેક્ટર દિલીપભાઈ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત લીલીયા તાલુકાના આસિસ્ટન્ટ ટેકનોલોજી મેનેજર કુલદીપ બોરસાણીયા તેમજ પ્રાકૃતિક વિકાસ બોર્ડના અધિકારી- કર્મચારીઓએ હાજરી આપી હતી.
Recent Comments