કિસાન પરિવહન યોજનાઃ www.i khedut. gujarat. gov.in પર તા.૦૫ ડિસેમ્બરથી ઓનલાઇન અરજી કરવી
ખેડૂતોએ ખેતીવાડી ખાતાની કિસાન પરિવહન યોજના હેઠળ મીડીયમ સાઈઝના ગુડ્સ કેરેજ વાહન અને ટ્રેકટર ટ્રેલર માટે સહાય મેળવવા ખેડુતોએ www.ikhedut.gujarat.gov.in પોર્ટલ પર તા. ૦૫ ડિસેમ્બરથી ઓનલાઈન અરજી કરવી.ઓનલાઈન અરજી કરતી વખતે આધાર કાર્ડ, મોબાઈલ નંબર, જમીનના ખાતા નંબર,જાતિ (સ્ત્રી-પુરુષ) જેવી સાચી અને સચોટ વિગતો જોડવી. અધૂરી કે ખોટી વિગતો કે નિયત સમય મર્યાદા બાદની અરજી અમાન્ય ઠરશે.
ઓનલાઈન અરજીની પ્રિન્ટ નકલ ખેડૂતે પોતાની પાસે રાખવી. ખેડૂતોને અગ્રતા ક્રમ મુજબ પૂર્વ મંજૂરી મળશે, જે મળ્યેથી ખેડૂતોએ સંબંધિત તાલુકા,ગામના વિસ્તરણ અધિકારીશ્રી(ખેતી) અથવા ગ્રામસેવકને જરુરી આધાર પુરાવા સાથેના સાધનિક કાગળો સાથેની દરખાસ્ત રજૂ કરવી.ખેતીવાડીની યોજના હેઠળના લાભ મેળવવા માંગતા હોય તેવા ખેડૂતોને આ અંગેની વિગતો અને જાણકારી માટે સંબંધિત તાલુકાના-ગામના વિસ્તરણ અધિકારીશ્રી(ખેતી) અથવા ગ્રામસેવકશ્રીનો સંપર્ક કરવો. વધુમાં વધુ ખેડુતોને આ યોજનાનો લાભ મળી રહે તે માટે ઓનલાઇન અરજી કરવા અમરેલી જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીએ એક યાદીમાં અનુરોધ કર્યો છે.
Recent Comments