સાવરકુંડલા જેસર રોડ ખાતે આવેલ નવ નિર્માણ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રિયાંશી પ્લે હાઉસ અને આર.કે. પ્રાથમિક શાળાના સિનિયર કે.જી., જુનિયર કે.જી., બાલ મંદિર તથા ધોરણ 1થી 8ના વિદ્યાર્થી ઓએ મકરસંક્રાતિ ના તહેવાર ને અનુલક્ષી ને શાળાના ટ્રસ્ટી રાજેશભાઈ અસનાણી અને પ્રિન્સિપાલ કોમલબેન અસનાણી દ્વારા પતંગોત્સવ યોજ્યો હતો જેમાં મોટી સંખ્યામાં શાળાના બાળકો પતંગો અને દોરી લઈને પતંગ ઉડાડી એકબીજા વિદ્યાર્થી ઓએ પેચ લડાવી વિદ્યાર્થી ઓએ શાળામાં અનોખી ઉતરાયણ ની ઉજવણી કરી હતી નવ નિર્માણ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રિયાંશી પ્લે હાઉસ અને આર.કે. પ્રાથમિક શાળાના વિદ્યાર્થી ઓએ આકાશમાં રંગબે રંગી પતંગો ઉડાવ્યા હતા અને પેચ લડાવવાની મજા માણી હતી તેમજ બાળકો એ એકબીજા ના પતંગો કાપવાની હરીફાઈ માં પણ ભાગ લીધો હતો આ પતંગોત્સવ ને સફળ બનાવવા માટે ટ્રસ્ટી રાજેશભાઈ અસનાણી અને પ્રિન્સિપાલ કોમલબેન અસનાણી, શૈક્ષણિક સ્ટાફના દિશા ગોસાઈ, જાનવી ગોસાઈ, કૃપાલી ગળથીયા, સાક્ષીબેન, અમિષાબેન, રાધિકાબેન દીપુ મેડમ વગેરે શિક્ષિકા બહેનોએ અને શાળા પરિવારે ભારે જહમેત ઉઠાવી હતી.
સાવરકુંડલા પ્રિયાંશી પ્લે હાઉસ અને આર.કે.પ્રાથમિક શાળામાં પતંગોત્સવ ની ઉજવણી કરવામાં આવી.

Recent Comments