તાજેતરમાં સાવરકુંડલા તાલુકાના થોરડી મુકામે આવેલ લોક વિદ્યા મંદિર થોરડી ખાતે ધોરણ ૧૧ના વિદ્યાર્થીઓ માટે એક ભવ્ય અને રસપ્રદ ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં શિક્ષણની સાથે મનોરંજનનો અનોખો સંગમ જોવા મળ્યો હતો.
આ ક્વિઝમાં ખાસ કરીને ધોરણ ૧૧ના અભ્યાસક્રમના મુખ્ય વિષયો જેવા કે મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર અને ગુજરાતી પર આધારિત પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. પસંદગી પામેલી ૬ તેજસ્વી વિદ્યાર્થિનીઓને સત્યમ શિવમ અને સુંદરમ નામધારી ટીમોમાં વહેંચવામાં આવી હતી. કુલ ૬ રાઉન્ડ સુધી ચાલેલી આ સ્પર્ધામાં ભારે રસાકસી જોવા મળી હતી. માત્ર સ્પર્ધકો જ નહીં, પરંતુ પ્રેક્ષકોમાં બેઠેલા અન્ય વિદ્યાર્થીઓએ પણ આ જ્ઞાનસભર કાર્યક્રમનો આનંદ માણ્યો હતો. દરેક રાઉન્ડના અંતે ‘ઓડિયન્સ પ્રશ્નો’ પૂછવામાં આવતા હતા, જેમાં સાચો જવાબ આપનાર ઉત્સાહી વિદ્યાર્થીઓને પેન આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. અંતે, કઠિન સ્પર્ધાના અંતે ‘સુંદરમ’ ટીમે મેદાન માર્યું હતું અને વિજેતા જાહેર થઈ હતી.
આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શિક્ષક શ્રી મનસુખભાઈ વાળા દ્વારા કરવામાં આવ્યું હતું. ક્વિઝ માસ્ટર તરીકે શ્રી હસમુખભાઈ મકવાણાએ પોતાની આગવી શૈલીમાં પ્રશ્નોત્તરી કરી હતી, જ્યારે સ્કોરર તરીકે શ્રી મિતેશભાઈ કોઠીયાએ સેવા આપી હતી. શ્રી નિવાસી અંધવિદ્યાલય અને લોક વિદ્યા મંદિર થોરડીના તમામ શિક્ષક ભાઈ-બહેનોની જહેમતથી આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે યાદગાર બની રહ્યો હતો.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળા પરિવાર દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી

















Recent Comments