fbpx
અમરેલી

“જ્ઞાન એ આકાશ છે પુસ્તકો ચળકતા તારા ઓ છે” શાખપુર માં જગદીશ ત્રિવેદી દ્રારા નિર્મિત પુસ્તકાલયનું ઉદ્ઘાટન

દામનગર અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના શાખપુર ગામમાં પદ્મશ્રી ડો. જગદીશ ત્રિવેદી દ્વારા નિર્મિત પુસ્તકાલયનું તા.૨૭/૧/૨૫ સોમવારે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પુસ્તકાલયમાં ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં લાઠી તાલુકાના યુવાનોને કેન્દ્રમાં રાખીને એ પ્રકારના પુસ્તકો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.આ પુસ્તકાલયનું ઉદ્ઘાટન જંગમી તીર્થંકર સમાં હીપાવડલીનાં લટુરીયા હનુમાનજી આશ્રમના સંત પૂજ્ય જશુબાપુએ કરેલું હતું તેમજ વડોદરા ના ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીસ્મિત સ્વામી મુખ્ય અતિથિ હતા.તદુપરાંત દર્શન વિદ્યાલય- રતનપરનાં સંચાલક શ્રી મહેશભાઈ કાનાણી જાણીતા ઉદઘોષક અને શિક્ષણવિદ શ્રી ભરતભાઈ દેવૈયા, એ જણાવ્યું હતું કે “ત્રિવેદી” એટલે ત્રણ વેદ નું જ્ઞાન ડો જગદીશ ત્રિવેદી વતન થી દુરસદુર હોવા છતાં વતન ના વિદ્યાર્થી ઓની ઉન્નતિ માટે ઉદાર સખાવતો કરી આવા અંતરયાળ ગામડા ઓમાં પુસ્તક પ્રવૃત્તિ ને વેગ આપી રહ્યા છે

લાઠીના અગ્રણી હર્ષદભાઈ પંડયા કોલમિષ્ટ પત્રકાર નટુભાઈ ભાતિયા શ્રેષ્ટ શિક્ષક બાબુભાઈ મકવાણા રચનાત્મક અગ્રણી વજુભાઇ રૂપાધડા લાઠી નગરપાલિકા ના પૂર્વ ઈજનેર ભરતભાઇ ભટ્ટ નિલેશભાઈ પાઠક વડોદરા સત્ય ની શોધ તંત્રી  સરપંચ જશુભાઈ ખુમાણ  તાલુકા પંચાયત સદસ્ય બાબુભાઈ ખુમાણ આચાર્ય  સુનિલભાઈ ગોયાણી, સંનિષ્ઠ શિક્ષક પાર્થ તેરૈયા નિવૃત શિક્ષક વસંતબેન સીતાપરા સ્ટાફ તથા અગ્રણીઓ લખમણભાઈ બલર, નઝીરભાઈ મલેક, રમેશભાઈ સોલંકી, તેજાભાઈ કસોટીયા, લાલાભાઈ કસોટીયા, રમેશભાઈ ખુમાણ અને વાલીગણ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ડો.જગદીશ ત્રિવેદી દ્વારા નિર્મિત આ નવમું પુસ્તકાલય છે પુસ્તકાલય ની મહત્તા અંગે સર્વ ને અવગત કર્યા હતા ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી એ પુસ્તકાલય ને જ્ઞાન નું દેવળ ગણાવતા જણાવ્યું હતું સ્લેટ થી નેટ અને વેદ થી વેબ સુધી ના યુગ માં સ્પર્ધાત્મક પરિક્ષાર્થી ઓ માટે “ડો જગદીશભાઈ ત્રિવેદી” પુસ્તકાલય સમગ્ર પંથક માટે આશીર્વાદ રૂપ બનશે ૧૦ જેટલા ગ્રામ્ય વિસ્તારો ના વિદ્યાર્થી ઓ માટે ઘેર બેઠા ગંગા કહેવાય ડો જગદીશ ત્રિવેદી સ્પર્ધાત્મક પરિક્ષાર્થી પુસ્તકાલય  ના પ્રારંભ પ્રસંગે પધારેલ મહાનુભવો નું પુસ્તક થી વિશિષ્ટ સન્માન કરાયું હતું  તેજસ્વી વિદ્યાર્થી ઓને પૂજ્ય સંતો ના વરદ હસ્તે પ્રોત્સાહિત કરાયા હતા

Follow Me:

Related Posts