અમરેલી

“જ્ઞાન એ આકાશ છે પુસ્તકો ચળકતા તારા ઓ” દામનગર શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ની મુલાકાતે નવયુગ પ્રકાશન સંસ્થાન

દામનગર શહેર માં આવેલ સૈકા જૂની શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ની મુલાકાતે ૧૯૩૦ થી પુસ્તક પ્રકાશન કરતી નવયુગ પ્રકાશન સંસ્થાન ના નિલેશભાઈ મહેતા સહિત ના મહાનુભવો પધાર્યા આઝાદી પૂર્વે અંગ્રેજ હુકુમત સામે આક્રમક પુસ્તક પ્રકાશન કરી ચૂકેલ નવયુગ પ્રકાશન સંસ્થાન ના મોભી ની સ્મૃતિ ઓ વાગોળી હતી પુસ્તકાલય માં પધારેલ પ્રકાશન સંસ્થાન ના મોભી ઓએ દામનગર શ્રી મણીભાઈ પુસ્તકાલય ના દરેક વિભાગો વ્યવસ્થા નિહાળી અપ્રાપ્ય આઉટ ઓફ પ્રિન્ટ હસ્તપ્રતો સૈકા જુના પોતા ની સંસ્થા દ્વારા સંપાદિત પ્રકાશિત થયેલ પુસ્તકો નિહાળી ખૂબ પ્રભાવિત થયા હતા સંસ્થા માં પધારેલ નવયુગ પ્રકાશન ના નિલેશભાઈ મહેતા સહિત ના મહેમાનો નું ઉષ્મા ભર્યું સત્કાર કરતા સંસ્થા ના પ્રમુખ હરજીભાઈ નારોલા નટુભાઈ ભાતિયા ભરતભાઇ ભટ્ટ રાજેશભાઇ કનાડીયા કૌશિકભાઈ બોરીચા વિનુભાઈ જયપાલ બાબુભાઇ મકવાણા જયતિભાઈ નારોલા મનસુખભાઇ નારોલા કાસમભાઈ મહેતર મહેન્દ્રભાઈ પરમાર રાજુભાઇ ચુડાસમા યોગેશ રાઠોડ રવિ વકાણી ભૂમિર બોસમિયા ગ્રથપાલ રાજુભાઇ પંડયા સહિત અનેક ટ્રસ્ટી ઓ વાંચકો ની ઉપસ્થિતિ માં નવયુગ પ્રકાશન સંસ્થાને શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય નો પુસ્તક વૈભવ થી ખૂબ ખુશી વ્યક્ત કરી હતી 

Related Posts