ભાવનગર

મોટી પાણીયાળી ગામના કુલદિપસિંહ વાળાએ રાષ્ટ્રીય સ્પર્ધામાં સિલ્વર મેડલ મેળવ્યો 

આગામી ડિસેમ્બર મહિનામાં દક્ષિણ આફ્રિકામાં યોજાનાર વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ભાગ લેવા જશે 

        પાલિતાણા તાલુકાના મોટી પાણીયાળી ગામના કુલદિપસિંહ બી વાળાએ મધ્ય પ્રદેશના ઇન્દોર મુકામે દેશના તમામ રાજ્યોના ખેલાડીઓ વચ્ચે યોજાયેલ નેશનલ ચેમ્પિયનશિપની ટ્રાયથલે સ્પર્ધામાં તેમના કોચ અંકુરસિંહના માર્ગદર્શન હેઠળ શાનદાર પ્રદર્શન કરતા સિલ્વર મેડલ મેળવી વાળા પરિવાર અને ગામ તેમજ જિલ્લા સાથે સમગ્ર ગુજરાત રાજ્યનું ગૌરવ વધાર્યું છે.

       આ સ્પર્ધામાં ત્રણ કિલોમીટર દોડ અને ૨૦૦ મીટર સ્વીમીંગ તેમજ શૂટિંગ પણ કરવાનું હોય છે તેમાં સિલ્વર મેડલ મેળવી શાનદાર પ્રદર્શન કરતા કુલદિપસિંહ બી વાળા આગામી ડિસેમ્બર માસમાં દક્ષિણ આફ્રિકામાં યોજાનાર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ લેવા જશે અને ભારત દેશનું પ્રતિનિધિત્વ કરશે.

Related Posts