ભાવનગર

પાલિતાણા તાલુકાના કુલદિપસિંહ વાળાએ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મેડલ મેળવી દેશનું નામ રોશન કર્યુ 

 દક્ષિણ આફ્રિકામાં યોજાયેલ ઇન્ટર નેશનલ સ્પર્ધામાં સિલ્વર મેડલ મેળવ્યો 

     પાલિતાણા તાલુકાના મોટી પાણીયાળી ગામના કુલદિપસિંહ બી વાળાએ વિશ્વના વિવિધ દેશના ખેલાડીઓ વચ્ચે દક્ષિણ આફ્રિકાના મોસલ બે ખાતે યોજાયેલ વર્લ્ડ ચેમ્પિયનશિપની ટ્રાયથલે સ્પર્ધામાં તેમના કોચ અંકુરસિંહ તેમજ તેમના પિતા અને શેત્રુંજી ડેમ કેન્દ્રવર્તી શાળાના આચાર્ય બી. એ.વાળાના માર્ગદર્શન હેઠળ જોરદાર પ્રદર્શન કરતા ત્રણ કિલોમીટર દોડ અને સમુદ્રમાં ૨૦૦ મીટર સ્વીમીંગ તેમજ ગન દ્વારા શૂટિંગ કરીને તેમના સાથી ખેલાડીઓ મધ્ય પ્રદેશના યશ બાથરે અને ગોવાના ઉદેશ માજીક એમ ત્રણેયની બનેલી ટીમે આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં સિલ્વર મેડલ મેળવી દક્ષિણ આફ્રિકામાં તિરંગો લહેરાવતા ગુજરાત રાજ્યની સાથે સમગ્ર ભારત દેશનું નામ રોશન કર્યું છે અને ભાવનગર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

Related Posts