કુમારી ભક્તિ પંડ્યા રાજ્યપાલશ્રી આચાર્ય
દેવવ્રતજીના હસ્તે સામાજિક કાર્ય બદલ સન્માનિત થયેલ છે.
ગૂજરાત વિદ્યાપીઠના પૂર્વ સ્નાતકો દ્વારા સમાજમાં જે વિશિષ્ટ સામાજિક કાર્ય કરવા બદલ આ સન્માન પત્ર સાથે રાજ્યપાલ શ્રી દ્વારા સન્માનિત કરેલ છે.
કુ. ભક્તિ પંડ્યા ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા,આંબલા સંસ્થાના કાર્યકર શ્રી દીપકભાઈ અને નીમાબેન પંડ્યાના પુત્રી છે. આંબલા સંસ્થાની અને ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદના પૂર્વ વિદ્યાર્થીની છે.
સેવા ઇન્ટરનેશનલ સંસ્થામાં બે વર્ષ અરુણાચલ પ્રદેશમાં શિક્ષણ સુધારા માટે કરેલ કામગીરી બદલ સન્માન થયેલ છે.. અગાઉ અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી દ્વારા ત્યાં ગુજરાતી યુવતીએ અરુણાચલ પ્રદેશમાં પછાત વિસ્તારમાં કરેલ શિક્ષણ ક્ષેત્રે વિશેષ કામગીરી બદલ અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી દ્વારા પ્રશંસા પાત્ર અને
સન્માનિત થયેલ છે.


















Recent Comments